સણોસરા પાસે ધોરીમાર્ગ પર આવેલ પાંચતલાવડા તરફના રસ્તા પર લટકતું પાટિયું કેટલાયે સમયથી આમ જ છે. ભાવનગર માર્ગ મકાન વિભાગની બેદરકારી જોવા મળે છે.
ભાવનગર રાજકોટ ધોરીમાર્ગ પર અનેક જગ્યાઓ પર ખાડા ગાબડા રહેલાં છે, અંતર દર્શક પાટિયા પણ તૂટફૂટ થયેલાં રહ્યાં છે, પરંતુ માર્ગ મકાન વિભાગને કશી પડી નથી. અહીંયા પસાર થતાં અધિકારીઓ પણ આંખ મીચામણાં કરતાં રહ્યાં છે અને નેતાઓને તો સમય જ નથી.
સણોસરા પાસે ધોરીમાર્ગ પર આવેલ પાંચતલાવડા તરફના રસ્તા પર લટકતું પાટિયું કેટલાયે સમયથી આમ જ છે. ધોળા અને વલ્લભીપુર તરફથી આવતાં આ માર્ગ પર ધોરીમાર્ગ સંદર્ભે અંતર સૂચિત કરે છે, પણ કેટલાયે સમયથી તંત્રની બેદરકારીથી તૂટેલું અને લટકતું પડ્યું છે.
ભાવનગર માર્ગ મકાન વિભાગની સંબંધિત કચેરીની આવી બેદરકારી એક નહી અનેક સ્થાનો પર જોવા મળે છે, પણ કોઈ પગલાં ભરનાર જે પૂછનાર નથી તે દુર્ભાગ્ય છે.!
મૂકેશ પંડિત
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat