click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ક૫ડવંજ તાલુકાના અંતિસર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ક૫ડવંજ તાલુકાના અંતિસર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
GujaratKheda

ક૫ડવંજ તાલુકાના અંતિસર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

જાણે ફરી એકવાર આઝાદીના સમયમાં પહોંચી ગયા હોઈએ એવો દેશભક્તિનો માહોલ આજરોજ અંતિસર ગામે સર્જાયો.

Last updated: 2026/08/12 at 5:45 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના અંતિસર ગામે ‘હર ઘર તિરંગા અભિયાન-2026’ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે યોજાયેલી આ યાત્રામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, આગેવાનો, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર ગામ ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘હર ઘર તિરંગા’ના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યું હતું.

Contents
1,600 જેટલા લોકો તિરંગા યાત્રામાં જોડાયા‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાધારાસભ્ય સહિત અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિતઅધિકારીઓએ પણ યાત્રાને આપ્યું પ્રોત્સાહનદેશની એકતા અને અખંડિતતાનો સંદેશરીપોર્ટર – સુરેશ પારેખ (ખેડા)

તિરંગા યાત્રાની શરૂઆત અંતિસર ગામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી હતી. કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાતા સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો.

1,600 જેટલા લોકો તિરંગા યાત્રામાં જોડાયા

આ ભવ્ય તિરંગા યાત્રામાં અંદાજે 1,600 જેટલા લોકો જોડાયા હતા. અંતિસરની હાઈસ્કૂલ તેમજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોના હાથમાં લહેરાતા તિરંગા, યુવાનોનો ઉત્સાહ અને વડીલોની ગૌરવભરી ઉપસ્થિતિએ યાત્રાને યાદગાર બનાવી હતી.

યાત્રા દરમિયાન માર્ગમાં અનેક સ્થળોએ સ્થાનિક નાગરિકોએ ફૂલવર્ષા કરીને તિરંગા યાત્રાનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રધ્વજની આન, બાન અને શાન સાથે આગળ વધતી યાત્રાએ સમગ્ર અંતિસર ગામને દેશભક્તિના રંગે રંગી દીધું હતું.

‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા

યાત્રા દરમિયાન ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘હર ઘર તિરંગા’ના નારા સતત ગુંજતા રહ્યા હતા. તિરંગો માત્ર રાષ્ટ્રધ્વજ નહીં, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને ગૌરવનું પ્રતિક છે તેવો સંદેશ યાત્રા દ્વારા આપવામાં આવ્યો હતો.

‘હર ઘર તિરંગા અભિયાન-2026’ના ભાગરૂપે યોજાયેલી આ યાત્રા જનભાગીદારી, રાષ્ટ્રભાવના અને સામાજિક એકતાનું પ્રતિક બની હતી.

ધારાસભ્ય સહિત અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

તિરંગા યાત્રામાં કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, તાલુકા પંચાયત પ્રમુખ જે.કે. પરમાર સહિતના આગેવાનો જોડાયા હતા.

અંતિસર ઉપરાંત ગરોડ, કોસમ અને આસપાસના ગામોના જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ, સરપંચો અને સંગઠનના હોદ્દેદારો પણ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા.

અધિકારીઓએ પણ યાત્રાને આપ્યું પ્રોત્સાહન

આ પ્રસંગે કપડવંજના પ્રાંત અધિકારી એ.પી. ઝાલા, મામલતદાર એસ.વી. મેણીયા, તાલુકા વિકાસ અધિકારી જીતેન્દ્રભાઈ પઢિયાર, THO અંકુર પટેલ, TPEO દિલેશભાઈ સોલંકી અને રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર મિતલબેન પટેલ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

અધિકારીઓએ તિરંગા યાત્રામાં જોડાઈ રાષ્ટ્રપ્રેમ અને એકતાના સંદેશને પ્રોત્સાહન આપ્યું હતું.

દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ

તિરંગા યાત્રાનો મુખ્ય હેતુ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને જનજન સુધી પહોંચાડવાનો હતો. સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે યોજાયેલી આ યાત્રાએ ગામના નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમનો જુસ્સો વધાર્યો હતો.

અંતિસરમાં યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રા ‘હર ઘર તિરંગા અભિયાન-2026’ની ભાવનાને જીવંત કરતી જોવા મળી હતી અને સમગ્ર કપડવંજ તાલુકામાં દેશપ્રેમ તથા એકતાનો સશક્ત સંદેશ આપ્યો હતો.

 

રીપોર્ટર – સુરેશ પારેખ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અમદાવાદમાં ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ’ અભિયાનનો પ્રારંભ, BJP યુવા મોરચાનું વિશેષ અભિયાન શરૂ

સિહોર નગરમાં રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહ સાથે યોજાઈ તિરંગા યાત્રા

શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસમાં વિવિધ આયોજનો

અંગદાન ક્ષેત્રે ગુજરાતની મોટી સિદ્ધિ : ત્રણ સરકારી હોસ્પિટલોને મળ્યા રાષ્ટ્રીય પુરસ્કાર

ઈમરાન ખાનના જેલમાં મોતનો પાકિસ્તાની પત્રકારનો દાવો, પરિવાર અને PTI નેતાઓને મુલાકાત ન મળતાં રહસ્ય ઘેરાયું

TAGGED: 'Bharat Mata Ki Jai', @india, 1600 People Tiranga Yatra, Antisar News, Antisar Tiranga Yatra, Breaking news, CM Gujarat, gujarat, Gujarat news, Gujarat Patriotic Event, Gujarat Tiranga Yatra, gujarati news, Har Ghar Tiranga 2026, Har Ghar Tiranga Abhiyan, Independence Day 2026 Gujarat, india news, Kapadvanj MLA Rajesh Zala, Kapadvanj News, Kapadvanj Tiranga Yatra, Kheda District News, kheda news, Kheda Tiranga Yatra, localnewsingujarat, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Rajesh Zala MLA, Tiranga Rally Gujarat, Tiranga Yatra Students, top news channel, topnews, topnewschannelinindia, Vande Mataram Rally, અંતિસર તિરંગા યાત્રા, કપડવંજ તિરંગા યાત્રા, ખેડા સમાચાર, ગુજરાત તિરંગા યાત્રા, ભારત, ભારત માતા કી જય, રાજેશ ઝાલા, વંદે માતરમ, સ્વાતંત્ર્ય દિવસ 2026, હર ઘર તિરંગા અભિયાન 2026

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 12, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સિહોર નગરમાં રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહ સાથે યોજાઈ તિરંગા યાત્રા
Next Article અમદાવાદમાં ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ’ અભિયાનનો પ્રારંભ, BJP યુવા મોરચાનું વિશેષ અભિયાન શરૂ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમદાવાદમાં ‘વંદે માતરમ્ યુવા ઉદ્ઘોષ’ અભિયાનનો પ્રારંભ, BJP યુવા મોરચાનું વિશેષ અભિયાન શરૂ
Ahmedabad Gujarat ઓગસ્ટ 12, 2026
ક૫ડવંજ તાલુકાના અંતિસર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
Gujarat Kheda ઓગસ્ટ 12, 2026
સિહોર નગરમાં રાષ્ટ્રપ્રેમ અને ભારે ઉત્સાહ સાથે યોજાઈ તિરંગા યાત્રા
Bhavnagar Gujarat ઓગસ્ટ 12, 2026
શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસમાં વિવિધ આયોજનો
Bhavnagar Gujarat ઓગસ્ટ 12, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?