click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: શાળામાં અભ્યાસ કરતી ૧૦ લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન: રૂ. ૪૬ કરોડથી વધુનું બજેટ મંજૂર કરતી ગુજરાત સરકાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > શાળામાં અભ્યાસ કરતી ૧૦ લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન: રૂ. ૪૬ કરોડથી વધુનું બજેટ મંજૂર કરતી ગુજરાત સરકાર
Gujarat

શાળામાં અભ્યાસ કરતી ૧૦ લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન: રૂ. ૪૬ કરોડથી વધુનું બજેટ મંજૂર કરતી ગુજરાત સરકાર

ગુજરાત સરકારનો આ નિર્ણય માત્ર આરોગ્યલક્ષી નથી, પરંતુ 'બેટી બચાવો, બેટી પઢાવો' અને 'નારી સશક્તિકરણ'ના સંકલ્પને સાકાર કરતું ક્રાંતિકારી પગલું છે.

Last updated: 2026/08/17 at 1:04 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

રાજ્યની સરકારી શાળાઓમાં દીકરીઓની હાજરી વધારવા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવાના હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ધોરણ-૬ થી ૧૨ની કુલ ૧૦ લાખથી વધુ દીકરીઓ માટે રૂ. ૪૬.૬૮ કરોડના ખર્ચે ‘મફત સેનેટરી નેપકીન વિતરણ’ની સુવિધા સુનિશ્ચિત કરાઈ છે. આ પહેલ હેઠળ સરકારી શાળાઓની દરેક દીકરી દીઠ વાર્ષિક રૂ.૩૬૦ની બજેટ જોગવાઈ સાથે દર મહિને ગુણવત્તાયુક્ત ઓક્સો-
બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન વિનામૂલ્યે આપવામાં આવશે.

શાળાઓમાં સરળ વિતરણ અને સુચારુ વ્યવસ્થા માટે શિક્ષણ વિભાગની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીનીઓને શાળાઓમાં જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ‘ઓક્સો-
બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન’ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દીકરીઓ કોઈપણ જાતનો સંકોચ, શરમ કે ખચકાટ અનુભવ્યા વિના આરામદાયક વાતાવરણમાં નેપકીન મેળવી શકે તેવી સુવિધાસભર વ્યવસ્થા શાળામાં ગોઠવવામાં આવશે.

‘મફત સેનેટરી નેપકીન’ના પ્રત્યક્ષ અમલીકરણ અને વિતરણની દેખરેખ માટે શાળાના જ મહિલા શિક્ષકને ‘નોડલ શિક્ષક’ તરીકેની મુખ્ય જવાબદારી સોપવામાં આવશે, જેથી દીકરીઓ તેમની સાથે મુક્તપણે ચર્ચા કરી શકે. આ ઉપરાંત મહિલા શિક્ષક દ્વારા કન્યાઓને શારીરિક સ્વચ્છતા અને માસિક ધર્મ અંગે સાચી તથા વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવશે, જેથી તેમના મનમાંથી ભય અને ગેરમાન્યતાઓ દૂર થાય તેમજ શિક્ષણ પ્રત્યે આત્મવિશ્વાસ વધે.

વધુમાં શાળાઓને વપરાયેલા નેપકીનનો નિકાલ સંપૂર્ણપણે ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૧૬’ મુજબ કરવાનો રહેશે. પેડ્સને કાગળમાં લપેટીને ભીના-સૂકા કચરાથી અલગ રાખવા, ખુલ્લામાં કે ટોયલેટમાં ન ફેંકવા અને સ્થાનિક કચરા સંગ્રહ વ્યવસ્થાને સોંપવાનો રહેશે . આ ઉપરાંત, શાળાઓમાં ઉપલબ્ધ ઈન્સિનીરેટર (સેનેટરી પેડ બાળવાની ભઠ્ઠી) મશીન કાર્યરત રહે અને તેની સમયાંતરે યોગ્ય સર્વિસ થાય તે સુનિશ્ચિત કરવા શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગુજરાત સરકારનો આ નિર્ણય માત્ર આરોગ્યલક્ષી નથી, પરંતુ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ‘નારી સશક્તિકરણ’ના સંકલ્પને સાકાર કરતું ક્રાંતિકારી પગલું છે. ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં માસિક ધર્મના દિવસોમાં ગેરહાજર રહેતી કન્યાઓ હવે નિયમિત શાળાએ આવી શકશે, જેનાથી દીકરીઓના સ્થાયીકરણ માટે રાજ્ય સરકારને મદદ મળશે.

આ ઉપરાંત, અસ્વચ્છ કાપડના વપરાશથી થતા ગંભીર ઈન્ફેક્શન અને પ્રજનન સ્વાસ્થ્ય સંબંધિત રોગો સામે કન્યાઓને સુરક્ષા મળશે. આ પહેલ હેઠળ અપાતા ઈકો-ફ્રેન્ડલી ઓક્સો-
બાયોડિગ્રેડેબલ નેપકીન પર્યાવરણનું પણ જતન કરશે, જ્યારે બીજી તરફ મફત વિતરણના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પરનો નાણાકીય બોજ હળવો થશે.”

પ્રિન્સ ચાવલા

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તિનું ઘોડાપૂર, ‘હર હર મહાદેવ’ના નાદથી ગૂંજી ઉઠ્યું મંદિર પરિસર

જૂનાગઢના ખડીયા ગામે નકલી દૂધનો પર્દાફાશ: પામોલીન તેલ-મિલ્ક પાઉડરથી બનતું હતું કેમિકલયુક્ત દૂધ, એક આરોપી ઝડપાયો

દહેજ GIDCમાં વિઝન પ્રોડક્ટ્સના વેરહાઉસમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 7 કિમી સુધી ધડાકો સંભળાયો; 9થી વધુ ફાયર ટીમોએ 4 કલાકે આગ કાબૂમાં લીધી

અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીનીને ન્યુડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ, દર મહિને ₹10 હજારની ખંડણી માગ્યાનો આરોપ

સુરતના ડુમસમાં લક્ઝુરિયસ ફ્લેટમાં દારૂની મહેફિલ ઝડપાઈ, 6 વેપારીની ધરપકડ; ₹10.07 લાખનો મુદ્દામાલ જપ્ત

TAGGED: @india, bhupendra patel, Free Sanitary Pads Gujarat, Girls Health Scheme Gujarat, Government School Girls, gujarat, Gujarat Education Department, Gujarat Free Sanitary Napkin Scheme, gujarat government, Gujarat news, gujarati news, Menstrual Hygiene Gujarat, oneindianews, Oxo Biodegradable Sanitary Napkin, Rivaba Jadeja, Sanitary Napkin Distribution, School Girls Gujarat, ગુજરાત સરકાર, નારી સશક્તિકરણ, મફત સેનેટરી નેપકીન, માસિક ધર્મ સ્વચ્છતા, સરકારી શાળાની દીકરીઓ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દહેજ GIDCમાં વિઝન પ્રોડક્ટ્સના વેરહાઉસમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 7 કિમી સુધી ધડાકો સંભળાયો; 9થી વધુ ફાયર ટીમોએ 4 કલાકે આગ કાબૂમાં લીધી
Next Article જૂનાગઢના ખડીયા ગામે નકલી દૂધનો પર્દાફાશ: પામોલીન તેલ-મિલ્ક પાઉડરથી બનતું હતું કેમિકલયુક્ત દૂધ, એક આરોપી ઝડપાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તિનું ઘોડાપૂર, ‘હર હર મહાદેવ’ના નાદથી ગૂંજી ઉઠ્યું મંદિર પરિસર
Gir Somnath Gujarat ઓગસ્ટ 17, 2026
જૂનાગઢના ખડીયા ગામે નકલી દૂધનો પર્દાફાશ: પામોલીન તેલ-મિલ્ક પાઉડરથી બનતું હતું કેમિકલયુક્ત દૂધ, એક આરોપી ઝડપાયો
Gujarat Junagadh ઓગસ્ટ 17, 2026
શાળામાં અભ્યાસ કરતી ૧૦ લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન: રૂ. ૪૬ કરોડથી વધુનું બજેટ મંજૂર કરતી ગુજરાત સરકાર
Gujarat ઓગસ્ટ 17, 2026
દહેજ GIDCમાં વિઝન પ્રોડક્ટ્સના વેરહાઉસમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 7 કિમી સુધી ધડાકો સંભળાયો; 9થી વધુ ફાયર ટીમોએ 4 કલાકે આગ કાબૂમાં લીધી
Bharuch Gujarat ઓગસ્ટ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?