click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના પ્રથમ ‘પત્રકાર વન’ના નિર્માણને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિરદાવ્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના પ્રથમ ‘પત્રકાર વન’ના નિર્માણને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિરદાવ્યું
GujaratKheda

નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના પ્રથમ ‘પત્રકાર વન’ના નિર્માણને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિરદાવ્યું

મીડિયાકર્મીઓને વૃક્ષારોપણ સાથે જોડીને પર્યાવરણ સંરક્ષણનો ઉત્તમ સંદેશ આપવો સરાહનીય: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Last updated: 2026/09/10 at 4:03 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખેડા જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના સર્વપ્રથમ ‘પત્રકાર વન’નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ નવતર અને પર્યાવરણલક્ષી પહેલની સરાહના કરતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર પાઠવીને સમગ્ર આયોજનને હૃદયપૂર્વક બિરદાવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ માહિતી નિયામક માનસીબેન દેસાઈને પાઠવેલા શુભેચ્છા પત્રમાં જણાવ્યું છે કે, ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી પર્યાવરણ જતન અને વૃક્ષ-પૂજનનું મહત્વ રહ્યું છે. વૃક્ષો પર્યાવરણના ફેફસાં સમાન છે અને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ શોષી ઓક્સિજન આપી શુદ્ધિકરણનું ભગીરથ કાર્ય કરે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેના સંકલ્પનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી જ વન મહોત્સવ, સોલાર પાર્ક, રૂફટોપ સોલાર અને ‘Convenient Action’ પુસ્તક થકી તેમણે ગ્રીન એનર્જી અને ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે માર્ગદર્શન આપ્યું છે.

હાલમાં સમગ્ર દેશમાં શરૂ થયેલા ‘એક પેડ મા કે નામ ૩.૦’ અભિયાન સાથે નાગરિકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.
નડિયાદ ખાતે ‘એક પેડ મા કે નામ ૩.૦’ અભિયાન અંતર્ગત રાજ્યના મંત્રી, ઉચ્ચ પદાધિકારીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ અગ્રણી પત્રકારો દ્વારા સામૂહિક રીતે ૨૧૧ રોપાઓનું વાવેતર કરી ‘પત્રકાર વન’નું લોકાર્પણ કરવામાં આવ્યું તે અત્યંત આવકાર્ય પગલું છે.

મીડિયાને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, મહાત્મા ગાંધીજીના સ્વાતંત્ર્ય સંગ્રામથી માંડીને જનજાગૃતિ ફેલાવવામાં અખબારો અને પત્રકારોની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. ત્યારે મીડિયાકર્મીઓને વૃક્ષારોપણ સાથે સાંકળીને સમાજમાં પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આવી સકારાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિઓ થકી જનહિતના કાર્યો આગળ ધપાવવા માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સ્વચ્છતા-વૃક્ષારોપણ, માહિતી કમિશનર કે. એલ. બચાણીએ આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ

ચૂંટણી કમિશનરોની નિમણૂકનો વિવાદ હવે 5 જજોની બંધારણીય બેન્ચ સમક્ષ, સુપ્રીમ કોર્ટમાં આવ્યો મતભેદ

ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને નવી ગતિ, નેધરલેન્ડની ટેક્નિકલ મદદ; 10 લાખ હેક્ટર સિંચાઈનું લક્ષ્ય

નંદન યાદવ બાદ પિતા ગનોરી યાદવની ધરપકડ, 2003ના ડબલ મર્ડર કેસમાં 23 વર્ષથી હતો વોન્ટેડ

વઘઈના બરડા ગામમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ, 30.69 KGના 10 છોડ જપ્ત; એક આરોપી ઝડપાયો

TAGGED: @india, 211 Saplings Plantation, 211 રોપાનું વાવેતર, Bhupendra Patel environment initiative, Breaking news, CM Bhupendra Patel Patrakar Van, CM Gujarat, Ek Ped Maa Ke Naam 3.0, Ek Ped Maa Ke Naam Gujarat, Environment Conservation Gujarat, Green Gujarat Initiative, gujarat, Gujarat environment news, Gujarat First Patrakar Van, Gujarat news, gujarati news, india news, Journalist Forest Gujarat, Kheda District Information Office, Kheda Forest Department, kheda news, latest news, Nadiad Environment Initiative, nadiad news, Nadiad Patrakar Van, Narendra Modi, oneindianews, Patrakar Van Nadiad, top news, topnewschannelinindia, Tree Plantation Campaign Gujarat, Tree Plantation Nadiad, World Environment Day Gujarat, એક પેડ મા કે નામ 3.0, ખેડા જિલ્લા માહિતી કચેરી, ખેડા સમાચાર, ગુજરાત સમાચાર, ગુજરાતનું પ્રથમ પત્રકાર વન, જિલ્લા વન વિભાગ ખેડા, નડિયાદ માહિતી ભવન, નડિયાદ સમાચાર, પત્રકાર વન નડિયાદ, પત્રકારો દ્વારા વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ ગુજરાત, ભારત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, વિશ્વ પર્યાવરણ દિવસ, વૃક્ષારોપણ અભિયાન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 10, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કપડવંજનું પૌરાણિક આસ્થાધામ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, શ્રાવણમાં ઉમટે છે ભક્તોની ભીડ
Next Article પશુ આહાર નિયંત્રણ બિલ રજૂ : ભેળસેળયુક્ત પશુ આહાર પર સરકારનો સકંજો, 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સ્વચ્છતા-વૃક્ષારોપણ, માહિતી કમિશનર કે. એલ. બચાણીએ આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ
Gandhinagar Gujarat સપ્ટેમ્બર 24, 2026
ચૂંટણી કમિશનરોની નિમણૂકનો વિવાદ હવે 5 જજોની બંધારણીય બેન્ચ સમક્ષ, સુપ્રીમ કોર્ટમાં આવ્યો મતભેદ
Gujarat સપ્ટેમ્બર 24, 2026
ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને નવી ગતિ, નેધરલેન્ડની ટેક્નિકલ મદદ; 10 લાખ હેક્ટર સિંચાઈનું લક્ષ્ય
Gujarat સપ્ટેમ્બર 24, 2026
નંદન યાદવ બાદ પિતા ગનોરી યાદવની ધરપકડ, 2003ના ડબલ મર્ડર કેસમાં 23 વર્ષથી હતો વોન્ટેડ
Gujarat સપ્ટેમ્બર 24, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?