Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

ઋષિ બહિર્મુખી અને મુનિ અંતર્મુખી હોય છે, બંને વંદનીય છે – મોરારિબાપુ

ઋષિ બહિર્મુખી અને મુનિ અંતર્મુખી હોય છે, બંને વંદનીય છે – મોરારિબાપુ

વ્રજ મંડળનાં પવિત્ર વન અગ્રવન આગ્રામાં રામકથા ‘માનસ ઋષિ પંચમી’ ગાન કરતાં મોરારિબાપુએ કહ્યું કે, ઋષિ બહિર્મુખી અને મુનિ અંતર્મુખી હોય છે, બંને વંદનીય છે.

મોરારિબાપુના વ્યાસાસને આગ્રા નગરીમાં રામકથા ‘માનસ ઋષિ પંચમી’ લાભ મળી રહ્યો છે, જ્યાં સ્થાનિક અને દૂર સુદુરથી ભાવિક શ્રોતાઓ ક્થા શ્રવણ લાભ લઈ રહ્યાં છે.

રામકથાના ત્રીજા દિવસે મોરારિબાપુએ ઋષિ અને મુનિનું તત્ત્વ દર્શન કરાવતાં કહ્યું કે, ઋષિ એ વિશેષ કરીને બહિર્મુખી અને બ્રહ્માંડનું દર્શન કરાવે છે, જ્યારે મુનિ એ વિશેષ કરીને ભીતરની યાત્રા કરીને પિંડનું દર્શન કરાવે છે. ઋષિ બહિર્મુખી અને મુનિ અંતર્મુખી હોય છે. આ સાથે જ મોરારિબાપુએ બંને વચ્ચે કોઈ ભેદ ન ગણવાની સ્પષ્ટતા સાથે કહ્યું કે બંને વંદનીય છે.

વ્રજ મંડળનાં પવિત્ર વન અગ્રવન એટલે આગ્રામાં મોરારિબાપુ દ્વારા રામકથા ‘માનસ ઋષિ પંચમી’ ગાન કરતાં સાંપ્રત સમાજ અને ધર્મ શાસ્ત્રોનાં સરળ નિરૂપણનો લાભ મળી રહ્યો છે.

‘કરુણાનિધાન’ સંસ્થા દ્વારા થયેલ રામકથા આયોજનમાં મોરારિબાપુએ સૌ ભાવિક શ્રોતાઓને ક્થા રસપાન સાથે અહીંયા ઋષિ પ્રસાદ ભોજન લાભ લેવાં ભારપૂર્વક જણાવ્યું. અહીંયા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યાં છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.