click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતના વધુ 8 લાખ કામદારોને મળશે ESICનું સુરક્ષા કવચ, 68થી વધુ ખાનગી હોસ્પિટલો પેનલમાં સામેલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gandhinagar > ગુજરાતના વધુ 8 લાખ કામદારોને મળશે ESICનું સુરક્ષા કવચ, 68થી વધુ ખાનગી હોસ્પિટલો પેનલમાં સામેલ
GandhinagarGujarat

ગુજરાતના વધુ 8 લાખ કામદારોને મળશે ESICનું સુરક્ષા કવચ, 68થી વધુ ખાનગી હોસ્પિટલો પેનલમાં સામેલ

ગાંધીનગર સચિવાલય ખાતે શ્રમ-રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ની 94મી પ્રાદેશિક બોર્ડ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Last updated: 2026/09/23 at 12:28 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

રાજ્યના શ્રમિકો અને તેમના પરિવારોને આરોગ્ય તથા સામાજિક સુરક્ષાની વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર સચિવાલય ખાતે શ્રમ અને રોજગાર મંત્રી તેમજ ESIC પ્રાદેશિક બોર્ડના ચેરમેન કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ની 94મી પ્રાદેશિક બોર્ડ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Contents
ગુજરાતમાં 21.68 લાખથી વધુ વીમાધારકો68થી વધુ ખાનગી હોસ્પિટલો ESIC પેનલમાં સામેલદર ત્રણ મહિને યોજાશે બોર્ડ બેઠકESIC સ્ટેટ સોસાયટીની રચના અંગે ચર્ચાશ્રમિકોના સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષા પર ભાર

ગુજરાતમાં 21.68 લાખથી વધુ વીમાધારકો

શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે, 31 માર્ચ 2026ની સ્થિતિએ ગુજરાતમાં ESIC યોજના હેઠળ આશરે 21.68 લાખથી વધુ વીમાધારકો અને અંદાજે 84 લાખ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.

રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની સાથે રોજગારીની તકોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં ગુજરાતના વધુ અંદાજે 8 લાખ કામદારોને ESICના સામાજિક સુરક્ષા કવચ હેઠળ આવરી લેવાની યોજના છે.

68થી વધુ ખાનગી હોસ્પિટલો ESIC પેનલમાં સામેલ

શ્રમિકો અને તેમના પરિવારજનોને ઝડપી અને ગુણવત્તાયુક્ત કેશલેસ સારવાર મળી રહે તે માટે ESICના હોસ્પિટલ નેટવર્કનો પણ વિસ્તાર કરવામાં આવ્યો છે.

મંત્રીના જણાવ્યા અનુસાર, છેલ્લા બે મહિનામાં રાજ્યની 68થી વધુ ખાનગી હોસ્પિટલોને ESICની પેનલમાં સામેલ કરવામાં આવી છે. આ પગલાથી ESICના લાભાર્થીઓને આરોગ્ય સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.

રાજ્ય સરકાર દ્વારા શ્રમિકો અને તેમના પરિવારોને આરોગ્ય સેવાઓ, સામાજિક સુરક્ષા તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું.

દર ત્રણ મહિને યોજાશે બોર્ડ બેઠક

કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે, હવે દર ત્રણ મહિને પ્રાદેશિક બોર્ડની બેઠક યોજીને શ્રમિક કલ્યાણ, આરોગ્ય સેવાઓ અને સામાજિક સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે.

બે બેઠકો વચ્ચે શ્રમિકો તરફથી રજૂ થતી માંગણીઓ અને પ્રશ્નોનું પણ સમયબદ્ધ અને ઝડપી નિરાકરણ લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

ESIC સ્ટેટ સોસાયટીની રચના અંગે ચર્ચા

બેઠકમાં અગાઉ યોજાયેલી 93મી પ્રાદેશિક બોર્ડ બેઠકની કામગીરી અને અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ESIC સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ વહીવટી અને માળખાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

પ્રાદેશિક બોર્ડનું પુનર્ગઠન, કો-ઓપ્ટ સભ્યોનું નામાંકન, ગુજરાતમાં ESIC સ્ટેટ સોસાયટીની રચના તેમજ હોસ્પિટલ માટે યોગ્ય જમીનની ફાળવણી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

શ્રમિકોના સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષા પર ભાર

94મી પ્રાદેશિક બોર્ડ બેઠકમાં શ્રમિકો તથા તેમના પરિવારોને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ સરળતાથી મળી રહે તેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ESIC હેઠળ વધુ કામદારોને આવરી લેવા અને ખાનગી હોસ્પિટલોના નેટવર્કમાં વધારો કરવાથી રાજ્યના શ્રમિકોને સામાજિક સુરક્ષા અને આરોગ્ય સેવાઓનો વ્યાપક લાભ મળવાની અપેક્ષા છે.

ESIC અમદાવાદના પ્રાદેશિક નિયામક હેમંતકુમાર પાંડેએ બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરીને કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.

બેઠકમાં પશ્ચિમ ક્ષેત્રના વીમા આયુક્ત રત્નેશકુમાર ગૌતમ, તબીબી સેવાઓના અધિક સચિવ મનીષ મોદી, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક પી.એમ. શાહ, રાજ્ય ચિકિત્સા અધિકારી ડૉ. વિજયકુમાર ધાણક, SOHMના ચેરમેન, ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિઓ, એમ્પ્લોયર પ્રતિનિધિઓ, ESIC સંલગ્ન હોસ્પિટલોના ડીન અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ સહિત શ્રમ અને રોજગાર વિભાગ તથા ESICના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મઢી સુગરની ચૂંટણીમાં સહકાર પેનલનો દબદબો યથાવત, 9 બેઠકો જીતી સત્તા જાળવી

મીરાબાઈ ચાનુએ ભારતને અપાવ્યો સિલ્વર મેડલ, 49 કિગ્રા વર્ગમાં શાનદાર પ્રદર્શન

ભુજમાં અનોખું પંચગવ્ય સ્નાન, વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

ONGCને ઓડિશાના દરિયામાં મોટી સફળતા, મહાનદી બેસિનમાં મળ્યો કુદરતી ગેસનો નવો સ્ત્રોત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વડોદરામાં, MSUના 75મા પદવીદાન સમારોહમાં આપશે વિશેષ હાજરી

TAGGED: Employee State Insurance Corporation, ESIC 94th Regional Board Meeting, ESIC Beneficiaries Gujarat, ESIC Cashless Treatment, ESIC Gujarat, ESIC Hospitals Gujarat, ESIC Latest News, ESIC Private Hospitals, ESIC State Society Gujarat, ESIC Workers Gujarat, ESIC કામદારો ગુજરાત, ESIC કેશલેસ સારવાર, ESIC ખાનગી હોસ્પિટલો, ESIC ગુજરાત, ESIC લાભાર્થીઓ ગુજરાત, ESIC હોસ્પિટલો ગુજરાત, ESICની 94મી પ્રાદેશિક બોર્ડ બેઠક, gandhinagar news, Gujarat Employees News, Gujarat ESIC News, Gujarat Government News, Gujarat Labour Department, Gujarat Labour News, Gujarat Workers News, Kantilal Amrutiya, Kunwarjibhai Bavlia, Labour Employment Gujarat, Workers Social Security Gujarat, કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC), કાંતિલાલ અમૃતિયા, કુંવરજીભાઈ બાવળિયા, ગાંધીનગર સમાચાર, ગુજરાત ESIC સમાચાર, ગુજરાત શ્રમ વિભાગ, ગુજરાત શ્રમ વિભાગના સમાચાર, ગુજરાતના કામદારોના સમાચાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 23, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભુજમાં અનોખું પંચગવ્ય સ્નાન, વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા
Next Article મીરાબાઈ ચાનુએ ભારતને અપાવ્યો સિલ્વર મેડલ, 49 કિગ્રા વર્ગમાં શાનદાર પ્રદર્શન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મઢી સુગરની ચૂંટણીમાં સહકાર પેનલનો દબદબો યથાવત, 9 બેઠકો જીતી સત્તા જાળવી
Gujarat Surat સપ્ટેમ્બર 23, 2026
મીરાબાઈ ચાનુએ ભારતને અપાવ્યો સિલ્વર મેડલ, 49 કિગ્રા વર્ગમાં શાનદાર પ્રદર્શન
Gujarat સપ્ટેમ્બર 23, 2026
ગુજરાતના વધુ 8 લાખ કામદારોને મળશે ESICનું સુરક્ષા કવચ, 68થી વધુ ખાનગી હોસ્પિટલો પેનલમાં સામેલ
Gandhinagar Gujarat સપ્ટેમ્બર 23, 2026
ભુજમાં અનોખું પંચગવ્ય સ્નાન, વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા
Gujarat Kutch સપ્ટેમ્બર 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?