લાડવેલ ચેકપોસ્ટ પર આઈ.જી.ની સ્કોડ અને કઠલાલ પોલીસ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો હતો લાડવેલ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડવામાં આવ્યો હતોવાહન ચેકિંગ દરમિયાન પોલીસને આ સફળતા મળી હતી.
પોલીસ સત્તાવાળાઓએ વાહન ચેકિંગ દરમિયાન મહિન્દ્રા xuv ગાડીમાં તપાસ કરતા 2,70,000 નું વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો આ દરોડામાંકુલ 5,76,000 ના મુદ્દા માલ સાથે બે આરોપીઓને કઠલાલ પોલીસની ઝડપી પાડ્યા હતા તેમાં પરેશ શંભુભાઈ પટેલ, તળપદા મહેશભાઈ દેસાઈ ભાઈ બંને રહે માતર ને પોલીસે ઝડપી પાડ્યા હતા, આ દારૂનો માલ ક્યાંથી લાવ્યા હતા ને ક્યાં લઈ જવાનો હતો તે બાબતે કઠલાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.