Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

માતર તાલુકાની લીંબાસી મુકામે આવેલી પ્રખ્યાત શ્યામ ઇન્ટરનેશનલ સ્કુલમાં ડ્રોઈંગ કોમ્પીટીશન યોજાઈ

માતર તાલુકાની લીંબાસી મુકામે આવેલી પ્રખ્યાત શ્યામ ઇન્ટરનેશનલ સ્કુલમાં ડ્રોઈંગ કોમ્પીટીશન યોજાઈ

શ્યામ ઇન્ટરનેશનલ સ્કુલ લીંબાસી ખાતે ડ્રોઈંગ કોમ્પીટીશનનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજુબાજુના ગામમાંથી 1500 વિદ્યાર્થીઓ તેમજ લીંબાસી અને નજીકના ગામમાંથી મળી કુલ મળીને 2000 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.સ્કૂલ તરફથી બાળકોને લાવવા લઈ જવાની વ્યવસ્થા ફ્રીમાં કરવામાં આવી હતી. સૌપ્રથમ તો બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોએ હળવા હળવા મ્યુઝિક નો આનંદ માણતા માણતા સુંદર મજાના ચિત્રો બનાવ્યા હતા. મિકી માઉસના કાર્ટુને તો બાળકોને હસાવી હસાવીને લોટપોટ કરી દીધા હતા. અમદાવાદના ફેમસ એવા A. J.magician નો શો બતાવવામાં આવ્યો હતો.

જેમાં બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. 2000 થી પણ વધારે બાળકો હોવા છતાં સુંદર મજાની ડિસિપ્લિન અને સુંદર મજાનું આયોજન જોઈને બાળકો તો આશ્ચર્યચકિત જ થઈ ગયા હતા.છેલ્લે બાળકોએ ડાન્સની પણ મજા માણી હતી. સ્કુલના ટ્રસ્ટી બંકિમભાઈ, વિશાલભાઈ, રાકેશભાઈ, આચાર્ય દિનેશભાઇ, મેનેજમેન્ટમાં કાર્યરત સોહીલ સરના સુંદર માર્ગદર્શન હેઠળ દરેક કોર્ડીનેટર, શિક્ષક મિત્રો, સ્ટાફ મિત્રો, પ્યુન મિત્રો અને ડ્રાઇવર મિત્રોના સહિયારા પ્રયાસથી સમગ્ર કાર્યક્રમ બાળકોની ખુશીઓ સાથે સફળતાપૂર્વક પાર પડ્યો હતો.જે બદલ સ્કુલના ટ્રસ્ટી અક્ષયભાઈએ ફોન અને મેસેજ દ્વારા શ્યામ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લે સ્કુલમાં મેનેજમેન્ટમાં કાર્યરત સોહિલભાઈ શ્યામ સ્કુલ વતી દરેકનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.