મોરારિબાપુ દ્વારા બરસાનામાં ચાલતી રામકથામાં થયો ભાવ અનુરોધ થયો કે, એક પરિવાર પાંચ વૃક્ષ વાવે અને શક્ય હોય તો એક ગાય પાળે.
બરસાનામાં ગત શનિવારથી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ ગૌસૂક્ત’ લાભ મળી રહ્યો છે. શ્રી માતાજી ગૌશાળામાં ચાલતી રામકથામાં મોરારિબાપુ દ્વારા કથા પ્રસંગોનાં વર્ણન સાથે એક પરિવાર પાંચ વૃક્ષ વાવે અને શક્ય હોય તો એક ગાય પાળે તે ભાવ અનુરોધ થયો.
મોરારિબાપુની રામકથા માત્ર પ્રવચન ન બને તેની ચોક્કસ કાળજી રાખવામાં આવે છે અને સામાજિક ચેતના અને ક્રાંતિ કરનાર બને છે.
પર્યાવરણ અને સંસ્કૃતિને કેન્દ્રમાં રાખી મોરારિબાપુ વ્યાસપીઠ પરથી સમાજને સનાતન સંદેશો આપી રહ્યા છે. અગાઉ કરોડો વૃક્ષારોપણ હેતુ જ રાજકોટમાં સદભાવના વૃધ્ધાશ્રમ આયોજિત કથા લાભ આપ્યો છે એટલું જ નહીં મહુવા પાસે કાકીડીમાં રામકથા કે ભાવનગર વિમાન મથકના વૃક્ષારોપણના ઉપક્રમ દરમિયાન વૃક્ષોની પ્રતીક નહી પણ વિશાળ વાટિકાનું નિર્માણ કર્યું છે, જે નોંધનીય બાબત છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel