યુપીના બદાયૂંમાં ઉસાવા પોલીસ સ્ટેશનની હદમાં આવતા હજરતપુર મ્યાઉ રોડ નજીક નવીગંજ ગામ પાસે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો. અહીં એક સ્કૂલ બસ અને વાન (School Bus And Van Acccident in UP) વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી જેમાં એક ડ્રાઈવર સહિત 4 બાળકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. જોકે 15 બાળકો ઘવાયા હતા.
આ વાન ગામના એસઆરપી ઈંગ્લિશ મીડિયમની હોવાની માહિતી મળી રહી છે. જોકે બસ અલાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સત્યદેવ વિદ્યાપીઠ ઈન્ટર કોલેજ જવાહર નગલા મ્યાઉંની છે. દુર્ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી. ઘાયલ બાળકોને ઉતાવળે હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ડૉક્ટરોએ તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જિલ્લા હોસ્પિટલે રિફર કરી દીધા હતા. દુર્ઘટનામાં બાળકોના મોતને લીધે હાહાકાર મચી ગયો છે.
ગ્રામીણોમાં રોષ
બાળકોના પરિજનો અને આજુબાજુના ગામના લોકોમાં આ અકસ્માતને પગલે ભારે રોષની સ્થિતિ જોવા મળી રહી છે. લોકોના ગુસ્સાને જોતાં ભારે પોલીસ દળ ખડકી દેવાયો છે. હોસ્પિટલની બહાર પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે.