થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) દ્વારા પ્રાંત કચેરી ખાતે મામલતદારના અધ્યક્ષ સ્થાને ચકલી ઘર બર્ડ ફીડર તેમજ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું
જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને વર્ષ 2010 માં સ્થાપના થયેલી 300 જેટલા આજીવન જોડાયેલા સભ્યો થી પ્રેરિત બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA)ના પ્રમુખ જિલ્લા કલેકટર તેમજ ઉપપ્રમુખ જિલ્લા પોલિસવડા, તેમજ જનપ્રતિનિધિ ઉપપ્રમુખ જયંતીલાલ બી દોશીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં થતા પ્રાણીઓ ઉપર અત્યાચાર અટકાવવા તેમજ પશુ પંખીઓ માટે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ઉતરાયણના મહાપર્વ નિમિતે પતંગના દોરથી ઘાયલ થતાં પક્ષીઓ માટે જિલ્લામાં તાલુકાવાહી ઠેરઠેર સારવાર કેમ્પ ખુલ્લા મુકવામાં આવે છે બિનવરસી બીમાર પશુઓ માટે એમ્બયુલન્સ સેવા કંટ્રોલ રૂમ જિલ્લા સેવા સદન -2 ખાતેથી કાર્યરત છે ત્યારે સંસ્થાના માધ્યમથી જિલ્લામાં તમામ તાલુકા મથકે 20મી માર્ચના દિવસે પાલનપુર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાનેથી વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગ રૂપે પક્ષીઓ માટે પાણીના કુંડા- બર્ડ ફિડર – ચકલી માળાનો વિતરણ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવે છે ત્યારબાદ જિલ્લાના દરેક તાલુકાવાહી મુજબ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર ના અધ્યક્ષતામાં સંસ્થા સાથે જોડાયેલા મેમ્બરોની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે
થરાદ પ્રાંત કચેરી ખાતે મામલતદાર કે.એચ.વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં શી-રિસ્તેદાર વિજયદાન ગઢવી, ધારાસભ્ય કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ ચૌધરી, ભાજપ શહેર પ્રમુખ અજયભાઇ ઓઝા, નેશનલ યોગા રેફરી તેમજ વ્યસન મુક્તિ અભિયાન પ્રેરિતા ડો રીતેશભાઈ પ્રજાપતિ, મહેસુલી વિભાગ, પુરવઠા શાખા,તાલુકા પંચાયત, સરકારી હોસ્પિટલ સહિત અધિકારીઓ કર્મચારીઓ તેમજ સંસ્થાના મંત્રી હરેશભાઇ ભાટીયા, ડિરેકટર ભુરપુરી ગોસ્વામી, હાજાજી રાજપૂત,
મહેન્દ્રભાઈ ઓઝા, દેવરામભાઈ મિસ્ત્રી, લક્ષમીબેન ઠાકોર, સુરેશભાઈ આંબલીયા સહિત મોટી સંખ્યામાં વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ તેમજ સામાજિક સેવા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો