કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અનોખી પહેલ રૂપે સમર્થકોએ ફૂલહાર અને બુકેને બદલે નોટબુક આપી શુભેચ્છા પાઠવી, જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ મળશે.
નીલભાઈએ ભાવુક ઉદ્દબોધનમાં જણાવ્યું, “તમારો વિશ્વાસ મારી મૂડી છે. આ ગામે મને જન્મ આપ્યો, ઉછેર્યો અને આજે સન્માન આપી માથું ઊંચું કર્યું. સામાજિક ઉત્થાન માટે પ્રામાણિકતાથી કામ કરીશ.” તેમણે ગામને આદર્શ બનાવવાનો સંકલ્પ દર્શાવ્યો અને સૌર ઊર્જા, ડિજિટલ ઈન્ડિયા, પીએમ કિસાન, ઉજ્જવલા જેવી યોજનાઓની સફળતા પર પ્રકાશ પાડ્યો. તેમણે યુવાનોને સ્કિલ ઈન્ડિયાથી આગળ આવવા અને જિલ્લાને ને કુપોષણમુક્ત બનાવવા પ્રોત્સાહિત કર્યા.
આ પ્રસંગે પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી, સુગર ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મેહુલભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ગામના લોકોએ એકજૂથ થઈને વિકાસના નવા પંથે આગળ વધવાનો સંકલ્પ લીધો.