થરાદ તાલુકાના નાગલા ગામમાં આંજણા ચૌધરી પરિવારે અભય એકાદશી એટલે કે દર માસે આવતી એકાદશીનો ઉપવાસ વ્રત કરવામાં આવતું હોય છે જેમાં શાસ્ત્રોક મુજબ ઘણા બધા નિયમોનું પાલન કરતાં હોય છે જેમાં ખાસ કરિને આ એકાદશી વ્રત મહિલાઓ કરતી હોય છે જેથી જેની ઉજવણી કરવાના પાવન અવસરે શ્રીમદ ભાગવતકથાનું ભવ્ય આયોજન શિવમંદિરના પ્રાંગણમાં કર્યું હતું. આ ધાર્મિક પ્રસંગમાં આજુબાજુના ગામોથી ધર્મપ્રેમી ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શ્રીમદ ભાગવદ કથા વક્તા શ્રી વિક્રમ પ્રસાદજી શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે
આ અવસરે ગામના આગેવાનો જીવરાજભાઈ પટેલ, નાગલા ગામના સરપંચ તથા રાસેંગભાઈ પટેલ સહિત ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિ રહી. કાર્યક્રમ અંતે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રસંગ ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જાથી ભરેલો રહ્યો.