ખેડા લોકસભા ક્ષેત્રના નડીયાદમાં જિલ્લા મહિલા મોરચાના ઉપક્રમે વિશાળ મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં ખેડા જિલ્લાની અને સંસદીય વિસ્તારની મહિલાઓએ ફરી એકવાર મોદી સરકાર અને ફરી એકવાર દેવુસિંહચૌહાણને ખેડા બેઠક પર જંગી બહુમતિથી ચૂંટી લાવવા હુંકાર કર્યો હતો. આ બેઠકમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખએ જણાવ્યું હતું. સમાજ અને રાષ્ટ્ર ઘડતરમાં મહિલાઓનું યોગદાન નોંધપાત્ર છે.
દેશમાં ફરી એકવાર નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા અને ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને સાત લાખ કરતાવધુ મતોથી ચૂંટી લાવવા સહુ મહિલાઓને હાકલ કરી હતી.દેશને ભારતમાતા કહેતી એક માત્ર પાર્ટી ભાજપ છે.એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રીને મધ્ય ઝોન પ્રભારી તથા પ્રદેશ મહિલા મોરચા ઉપપ્રમુખ અને જિલ્લા પ્રભારીની વિશેષ ઉપસ્થિતિમાં મહિલા સંમેલન યોજાયુ હતું.
જેમાં ખેડા લોકસભા પ્રભારી , પ્રદેશ કારોબારી સભ્ય, જિલ્લા ઉપપ્રમુખ, પ્રભારી, જિલ્લા મોરચા પ્રમુખ, મહામંત્રીઓ, જિલ્લાની હોદેદાર બેનો,નગરપાલિકા, તાલુકા પંચાયત પ્રમુખ ને સભ્ય બેનો, જિલ્લા મોરચાની ટીમના તમામ બેનો તથા સૌ પધારેલ કાર્યકર તમામ બેનોએઉપસ્થિત રહી સંમેલન ને સફળ બનાવ્યું હતું,ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રીને મધ્ય ઝોન પ્રભારી તથા પ્રદેશ મહિલા મોરચા ઉપપ્રમુખને જિલ્લા પ્રભારીની વિશેષ ઉપસ્થિતિમાં મહિલા સંમેલન મળ્યું હતું.