આ પ્રસંગે કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, ૨૧મી જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે વિશાખાપટ્ટનમ ખાતે યોગ દિવસની ઉજવણી કરીને સમગ્ર વિશ્વને યોગ તરફ વળવા આહવાન કર્યું છે ત્યારે ભાવેણા સહિત આપણું ગુજરાત અને દેશ આજે યોગમય બન્યા છે. આજે વિશ્વમાં લાખો લોકો યોગની ઉજવણીમાં સહભાગી બન્યા છે. તેમણે ઉમેર્યુ કે, ભાવનગર જિલ્લા માં અંદાજે 2 લાખ જેટલા નાગરિકોએ યોગ કરીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે. દેશભરમાં અંદાજે 10 લાખ જેટલી વિવિધ જગ્યાઓએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, યોગ લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલીની પ્રેરણા પૂરી પાડે છે. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ. આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યોગની ઉજવણીના ભાગરૂપે મેદસ્વિતા મુક્ત ગુજરાત બંને તેનું આહ્વાન કર્યું છે. “યોગ મટાડે રોગ” આ સૂત્રને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રોજિંદા જીવનમાં યોગને અપનાવવા, સ્વસ્થ રહેવા અને ભારત દેશને મેદસ્વિતા મુક્ત બનાવવવા અનુરોધ કર્યો હતો.
આ વેળાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રચારક જીજ્ઞેશભાઇ પટેલે વિવિધ આસનો અને પ્રાણાયામનું નિદર્શન કરી યોગ કરાવ્યાં હતાં. રોજિંદા જીવનમાં યોગ અપનાવવામાં આવે તો યોગી, નિરોગી બનવાની સાથે પ્રેરણાત્મક ઉર્જા મળતી હોવાનું તેમણે જણાવ્યું હતું.
યોગ દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિશાખાપટ્ટનમ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગર ખાતે યોગાભ્યાસમાં સામેલ થઈ પ્રવચન કર્યા હતા. જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌ લોકોએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ડૉ.મનિષ કુમાર બંસલ, રિજિયોનલ કમિશ્નર ડી. એમ. સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, મદદનીશ કલેકટર પ્રતિભા દહીયા, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમાર, બહેરા-મૂંગા શાળા દિવ્યાંગ બાળકો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, મેડીકલ એસોસિએશન, અધિકારીઓ-કર્મચારીઓ, યોગ ટ્રેનરો, યોગ પ્રેમીઓ સહિત વિશાળ સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel