સામૂહિક આરોગ્ય કેન્દ્ર કઠલાલ ખાતે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના અધ્યક્ષ સ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ, પ્રાંત અધિકારી, મામલતદાર, બીએચઓ તેમજ રોગી કલ્યાણ સમિતિના સભ્યો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નાગરિકોને આરોગ્ય લક્ષી વધુ સારી સુવિધાઓ મળી રહે તેમ જ સુવિધાઓ બાબતે શુ પગલાં લેવા અને કેવી કાર્યવાહી કરવી જેથી આરોગ્ય લક્ષી સુવિધાઓ વધારી શકાય તે બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરી આગળની કાર્યવાહી કરવાની કામગીરી કરવામાં આવી હતી.