Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા જિલ્લામાં યોજાયી મેગા ઇવેન્ટ

સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા જિલ્લામાં યોજાયી મેગા ઇવેન્ટ

જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળી, નડિયાદની કચેરી દ્વારા પીપલગ રોડ સ્થિત યોગી ફાર્મ, સ્વામિનારાયણ મંદિર નડિયાદ ખાતે દેશમાં નવી રચાયેલ બહુહેતુક સેવા મંડળી, દૂધ મંડળી તથા ફિશરીઝ મંડળીની રચનાની ઉજવણી માટે મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે સહકારી સંસ્થાના લાભાર્થીઓને સહકારી યોજનાની સહાય, ખેડૂતોને પશુપાલન કેસીસી તથા દૂધ મંડળીઓને માઇક્રો એટીએમનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહનું પ્રાસંગિક ઉદબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું.

નોંધનીય છે કે કેન્દ્રીય કેબિનેટની તારીખ ૧૫-૦૨-૨૦૨૩ના રોજની મળેલ બેઠકમાં સરકારના “સહકારથી સમૃદ્ધિ”ના વિઝનને સાકાર કરવા માટે દેશની તમામ ગ્રામ પંચાયતમાં બહુહેતુક સેવા મંડળી તથા ડેરી અને ફિશરીઝ મંડળીની રચના કરવા માટે લેવાયેલ નિર્ણયના અનુસંધાને દેશમાં ૧૦,૦૦૦ નવી સહકારી મંડળીઓની રચના કરવામાં આવી છે.

જેની ઉજવણીના ભાગરૂપે તથા આ કાર્યક્રમથી પ્રોત્સાહિત થઇ દેશની વંચિત ગ્રામ પંચાયતોમાં પણ સહકારી મંડળી રચાય અને સહકાર થકી ગામોમાં સમૃદ્ધિ આવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો. અત્રે નોંધનીય છે કે, ખેડા જિલ્લામાં નવીન ૨૫ બહુહેતુક સેવા મંડળીઓ તથા ૧૦ દૂધ મંડળીઓની રચના થયેલ છે.

આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય દેવુંસિંહ ચૌહાણ, ડેપ્યુટી કલેકટર, કે.ડી.સી.સી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલ, જિલ્લા રજીસ્ટ્રાર સ્તુતિ રાવલ, એપીએમસી તથા જિલ્લાની સહકારી સંસ્થાના આગેવાનો, જિલ્લાની નવી રચાયેલ મંડળીઓના સભાસદો હાજર રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

 

 

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.