Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 35°C

હિન્દુ પરિષદ સંસ્થાપક પ્રવિણ તોગડિયા નડિયાદની મુલાકાતે

હિન્દુ પરિષદ સંસ્થાપક પ્રવિણ તોગડિયા નડિયાદની મુલાકાતે

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો હનુમાન ચાલીસા પઠન સ્પર્ધામાં ઈનામ વિતરણ માટે ખાસ ઉપસ્થિત રહ્યા

તા. 25.12.24 ના રોજ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે હનુમાન ચાલીસા હરીફાઈ નું આયોજન કરેલ હતું. જેમાં ત્રણ વાગે હનુમાન ચાલીસા હરીફાઈ યોજાય અને સાંજે 6:00 કલાકે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંસ્થાપક પ્રવીણ તોગડીયાએ જનતાને આહવાન કર્યું હતું કે, પ્રયાગ રાજમા કુંભ મેળાનું આયોજન ૧૪ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન કરાયું છે ત્યારે આ મેળામાં ભાવિ ભક્તો માટે ૧૫ જેટલી જગ્યાઓ ઉપર રસોડું શરૂ કરી ૧ કરોડ જેટલા લોકોના જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે, અને ઠંડીના રક્ષણ માટે ધાબડાનુ વિતરણ પણ કરાશે, અને ૮૦૦૦ લોકોની રહેવાની વ્યવસ્થાનો લાભ હેલ્પલાઇન hinduhelpline.com ઉપર ફોર્મ ભરી લઈ શકે છે. આ મેળામાં બજરંગ દળ દ્વારા ૨-૩ કરોડ લોકોની સેવા કરવામા આવશે.
આ સાથે બાળકો ને નિયમ દર શનિવારે ઘર, ફરિયા, સોસાયટી જેવા સ્થળો એ હનુમાન ચાલીસા ના પાઠ કરવા આહવાન કર્યું હતું..

સમગ્ર કાર્યક્રમ નું આયોજન નડિયાદ ભીડભંજન હનુમાન મંદિર ના સચિન ભાઈ દ્વારા કરવામાં આવેલું હતું..
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો જેવા કે વિવેક સાગર સ્વામી સાળંગપુર કોઠારી, સંતરામ મંદિર નડિયાદ સંત, સંતરામ મંદિર સંત પ. પૂ. નિર્ગુણદાસજી મહારાજ, પ્રવીણ તોગડીયા (આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ -સંસ્થાપક) તેમજ નડીઆદ ના નાગરીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.