વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીને ફ્રાન્સના પ્રેસિડન્ટ પેલેસમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય પીએમ બન્યા છે. અગાઉ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગુરુવારે મોડી રાત્રે તેમના માટે ડિનરનું આયોજન કર્યું હતું.
"A warm gesture embodying the spirit of the India-France partnership. PM Narendra Modi conferred with the Grand Cross of the Legion of Honour, the highest award in France by President Emmanuel Macron," tweets MEA spokesperson Arindam Bagchi
(Pic source: Arindam Bagchi's twitter… pic.twitter.com/6LeoPsgBgo
— ANI (@ANI) July 13, 2023
પીએમ મોદી ભારતીય સમય અનુસાર સાંજે 4 વાગ્યે પેરિસ પહોંચ્યા હતા. આ પછી, તેમણે અહીં લા સીન મ્યુઝિકલમાં ભારતીયોને સંબોધન કર્યુ હતું. તેમણે કહ્યું, ‘ફ્રાન્સમાં આવવું એ ઘરે આવવા જેવું છે. ભારતના લોકો જ્યાં જાય છે ત્યાં મિની ઈન્ડિયા બનાવી લે છે.
મોદીએ કહ્યું, ‘હું પ્રતિજ્ઞા લઉં છું કે શરીરનો કણે કણ તમારા માટે છે. ભારત વિશ્વ વ્યવસ્થામાં વિશેષ ભૂમિકા ભજવી રહ્યું છે. દરેક પડકારનો સામનો કરવામાં ભારતનો અનુભવ અને પ્રયાસો વિશ્વ માટે મદદરૂપ સાબિત થઈ રહ્યા છે.
"Main Sankalp Lekar Nikla Hun…": PM Modi expresses resolve to create bright future for India, its upcoming generation
Read @ANI Story | https://t.co/xJXk5ll8ZR#PMModiFranceVisit #India #France #PMModi pic.twitter.com/EAo4inCvk6
— ANI Digital (@ani_digital) July 14, 2023
ફ્રાન્સમાં પીએમ મોદીના આજના કાર્યક્રમો
- નેશનલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.
- ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત થશે.
- સીઈઓ સાથે બેઠક કરશે.
- રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પીએમ મોદી માટે રાજ્ય ભોજન સમારંભનું પણ આયોજન કરશે.
મોદીએ કહ્યું- ટૂંક સમયમાં એફિલ ટાવરથી પણ UPI પેમેન્ટ થશે… ભાષણની 5 મોટી વાતો
- ભારત આગામી 25 વર્ષમાં વિકાસના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. આજે દરેક આંતરરાષ્ટ્રીય એજન્સી કહી રહી છે કે ભારત આગળ વધી રહ્યું છે.
- પીએમે ફ્રાન્સમાં સ્થાયી થયેલા વિદેશીઓને ભારતમાં રોકાણ કરવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું- ભારતમાં રોકાણ કરવાની તક છે. પછી એમ ન કહેતા કે મેં કહ્યું નથી.
- એફિલ ટાવરથી પણ UPI પેમેન્ટ કરી શકાશે.
- ફ્રાન્સ અને ભારતના લોકો વચ્ચેનું જોડાણ અને લોકો વચ્ચેનો પરસ્પર વિશ્વાસ આ ભાગીદારીનો સૌથી મજબૂત પાયો છે. નમસ્તે ફ્રાન્સ ફેસ્ટિવલ અહીં થાય છે, પછી ભારતમાં લોકો બોન્સુ ઈન્ડિયાનો આનંદ માણે છે.
- ભારત હાલમાં G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. કોઈ દેશની અધ્યક્ષતામાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે તે દેશના ખૂણે ખૂણે 200થી વધુ બેઠકો થઈ રહી છે. સમગ્ર G-20 જૂથ ભારતની ક્ષમતા પર નજર રાખી રહ્યું છે.
- જ્યારે હું 2015માં ફ્રાન્સ આવ્યો હતો, ત્યારે મેં અહીં શહીદ થયેલા હજારો ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. 100 વર્ષ પહેલાં આ ભારતીય સૈનિકો પોતાની ફરજ બજાવતા ફ્રાન્સની ધરતી પર શહીદ થયા હતા. તે પછી, જે રેજિમેન્ટમાંથી તે જવાનોએ અહીં યુદ્ધમાં ભાગ લીધો હતો, તેમાંથી એક પંજાબ રેજિમેન્ટ અહીં રાષ્ટ્રીય દિવસની પરેડમાં ભાગ લેવા જઈ રહી છે. શહીદોનું સન્માન કરવા બદલ ફ્રાન્સનો આભાર.
મોદીએ ભારતીયો માટે 4 જાહેરાતો પણ કરી હતી
- ફ્રાન્સમાં તમિલ કવિ અને સંત તિરુવલ્લુવરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. તેમનું પુસ્તક થિરુક્કુરલ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને ઘણી ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે.
- ફ્રાન્સમાં માસ્ટર્સ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને 5 વર્ષના લાંબા ગાળાના પોસ્ટ સ્ટડી વિઝા આપવામાં આવશે. અગાઉ પોસ્ટ સ્ટડી વિઝાની મર્યાદા માત્ર 2 વર્ષની હતી.
- ભારત સરકારે ફ્રાન્સ સરકારની મદદથી માર્સિલેમાં નવું કોન્સ્યુલેટ ખોલવાનો નિર્ણય લીધો છે.
ભારતીયો ફ્રાન્સમાં UPI દ્વારા ડિજિટલ પેમેન્ટ પણ કરી શકશે.
India and France have agreed to use UPI in France: PM Modi
Read @ANI Story | https://t.co/7K5bqVkNfZ#PMModi #France #UPI #EiffelTower pic.twitter.com/D384U4kBRS
— ANI Digital (@ani_digital) July 13, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાત્રે ફ્રાન્સના પ્રેસિડન્ટ પેલેસ પહોંચ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગળે લગાવીને તેમનું સ્વાગત કર્યું. ફ્રાન્સની પ્રથમ મહિલા બ્રિગેટ મેક્રોને હાથ મિલાવીને પીએમ મોદીનું સ્વાગત કર્યું. મેક્રોન અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પ્રાઈવેટ ડિનરનું આયોજન કરશે.
વર્ષો જૂનો અમદાવાદનો કિસ્સો યાદ કર્યો
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ફ્રાન્સની સાથે લગભગ ચાર દાયકા જૂના પોતાના વ્યક્તિગત સંબંધોને યાદ કર્યા, જ્યારે તેઓ 1981માં અમદાવાદમાં અલાયંસ ફ્રેંકેઈસ સેન્ટરના પ્રથમ સભ્ય બન્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ફ્રાન્સ સાથે મારો લગાવ ખૂબ જૂનો છે અને હું તેને ક્યારેય ભૂલી શકીશ નહીં. લગભગ 40 વર્ષ પહેલાં ગુજરાતના અમદાવાદમાં ફ્રાન્સનું એક સાંસ્કૃતિક કેન્દ્ર શરૂ કર્યું હતું અને કેન્દ્રનો પ્રથમ સભ્ય આજે આપની સાથે વાત કરી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારત લોકતંત્રની જનની અને વિવિધતાની જનની છે. તેમણે કહ્યું કે, આ અમારી સૌથી મોટી તાકાત છે. ભારતમાં 100થી વધારે ભાષાઓ, 1000થી વધારે બોલીઓ છે. આ ભાષાઓમાં દરરોજ 32,000થી વધારે સમાચાર પત્રો પ્રકાશિત થાય છે.
આ પહેલાં વડાપ્રધાન મોદીએ ફ્રાન્સ પ્રવાસના પહેલા દિવસે પેરિસમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. વિદેશી ભારતીયોને સંબોધતા તેમણે કહ્યું – ફ્રાન્સ આવવું એ ઘરે આવવા જેવું છે. ભારતના લોકો જ્યાં પણ જાય છે ત્યાં તેઓ મિની ઈન્ડિયા બનાવે છે.
આ સાથે તેમણે કહ્યું કે ભારત વર્લ્ડ ઓર્ડરમાં વિશેષ ભૂમિકા ભજવી રહ્યું છે. દરેક પડકારનો સામનો કરવામાં ભારતનો અનુભવ અને પ્રયાસો વિશ્વ માટે મદદરૂપ સાબિત થઈ રહ્યા છે.
ફ્રાન્સમાં પીએમ મોદીના સંબોધનની મહત્ત્વની બાબતો
- PM મોદીએ ભારતીય પ્રવાસીઓને કહ્યું- કેટલાક લોકો 12 કલાકની મુસાફરી કરીને અહીં આવ્યા છે, આનાથી મોટો પ્રેમ શું હોઈ શકે. આ વખતે મારું ફ્રાન્સ આવવું વધુ ખાસ છે, આવતીકાલે ફ્રાંસનો રાષ્ટ્રીય દિવસ છે, જેથી હું અહીંના લોકોને અભિનંદન આપું છું.
- PM મોદીએ કહ્યું- ભારત હાલમાં G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. કોઈ દેશની અધ્યક્ષતામાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે તે દેશના ખૂણે ખૂણે 200થી વધુ બેઠકો થઈ રહી છે. સમગ્ર જી-20 જૂથ ભારતની ક્ષમતા પર નજર રાખી રહ્યું છે.
- પીએમ મોદીએ ફ્રાન્સ અને ભારત વચ્ચેના સંબંધો પર કહ્યું- બંને દેશોના લોકો વચ્ચેનું જોડાણ અને લોકો વચ્ચેનો પરસ્પર વિશ્વાસ આ ભાગીદારીનો સૌથી મજબૂત આધાર છે. નમસ્તે ફ્રાન્સ ફેસ્ટિવલ અહીં યોજાય છે અને ભારતમાં લોકો બોન્સુ ઈન્ડિયાનો આનંદ માણે છે.
- પીએમ મોદીએ તેમના ભાષણમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે અવકાશ ક્ષેત્રે સહયોગનો ઉલ્લેખ કરતાં આવતીકાલે ચંદ્રયાન 3ના પ્રક્ષેપણ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું- જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, ત્યારે ભારતમાં ચંદ્રયાન-3ના લોન્ચિંગ માટે રિવર્સ કાઉન્ટિંગનો પડઘો સંભળાઈ રહ્યો છે. થોડા કલાકો બાદ ભારતમાંથી ઐતિહાસિક પ્રક્ષેપણ થવા જઈ રહ્યું છે.
એફિલ ટાવર પર UPI ચુકવણી
PM મોદીએ પેરિસમાં NRIને કહ્યું- UNના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માત્ર 10-15 વર્ષમાં જ ભારતે લગભગ 42 કરોડ દેશવાસીઓને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા છે. આ સમગ્ર યુરોપની વસ્તી કરતાં વધુ છે, તે સમગ્ર અમેરિકાની વસ્તી કરતાં વધુ છે.
તેણે યુપીઆઈમાં પેમેન્ટને લઈને ફ્રાન્સ સાથે કરારની વાત પણ કરી છે. તેમણે કહ્યું કે હવે ટૂંક સમયમાં તમે ભારતીય એફિલ ટાવર પર પણ UPI વડે ચુકવણી કરી શકશો. પીએમ મોદીએ કહ્યું છે કે બંને દેશો વચ્ચે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે ફ્રાન્સમાં માસ્ટર્સ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને 5 વર્ષના લાંબા ગાળાના પોસ્ટ સ્ટડી વિઝા આપવામાં આવશે.
#WATCH | A recently published UN report stated that within just 10-15 years, India has brought about 42 crore countrymen out of the poverty line. This is more than the population of Europe, it is more than the population of America: PM Modi while addressing an event of the Indian… pic.twitter.com/9EmciPsHHe
— ANI (@ANI) July 13, 2023
PMએ ફ્રાંસ માટે શહીદ થયેલા ભારતીય સૈનિકોને યાદ કર્યા
PMએ કહ્યું- હું 2015માં ફ્રાન્સ આવ્યો હતો, ત્યારબાદ મેં અહીં હજારો શહીદ ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. 100 વર્ષ પહેલાં આ ભારતીય સૈનિકો પોતાની ફરજ બજાવતા ફ્રાન્સની ધરતી પર શહીદ થયા હતા.
PMએ કહ્યું- તો પછી, જે રેજિમેન્ટમાંથી તે જવાનોએ અહીં યુદ્ધમાં ભાગ લીધો હતો, તેમાંથી એક પંજાબ રેજિમેન્ટ આવતીકાલે અહીં રાષ્ટ્રીય દિવસની પરેડમાં ભાગ લેવા જઈ રહી છે. શહીદોનું સન્માન કરવા બદલ ફ્રાન્સનો આભાર.
ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારીને 25 વર્ષ પૂર્ણ થયાં છે
પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદારીને 25 વર્ષ પૂર્ણ થયાં છે. મોદી પહેલાં, 2009માં, મનમોહન સિંહ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા, જેમને બેસ્ટિલ ડે પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.