તાપી જિલ્લાનાં આદીવાસી સમાજ અને સનતાન ધર્મના લોકો દ્વારા વ્યારાનાં ગોવાળદેવથી સોનગઢ ખાતે આવેલ કણીકંસારી માતના મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
તાપી જિલ્લાના સનાતન ધર્મ પ્રેમી અને આદીવાસી સમાજના જાગૃત નાગરિકો દ્વારા ધર્મની ધજા ફરકાવવા આવતી કાલે તા.૧૦/૦૨/૨૦૨૪ ના રોજ સવારે વ્યારાનાં ગોવાળદેવથી સોનગઢ ગીધમાળી કણીકંસરી માતાના દરબારમાં નાના બંધારપાડા કણીકંસરી આયાના દર્શન કરવા પદયાત્રાનું આયોજન સમિતિ દ્વારા કરવમાં આવ્યું.
સોનગઢ તાલુકામાં આવેલ નાનાં બંધારપાડા ખાતે કે જ્યાં ગીધ માળી મરિયમનું ચર્ચ આદિવાસી સમાજના જાગૃત લોકો દ્વારા હટાવવામાં આવશે, અને પૌરાણિક કણીકંસરી માતાનુ મંદિર આદિવાસી રીતરિવાજો પ્રમાણે પૌરાણિક દેવસ્થાન બનાવશે. જેવી રીતે ઓયોધ્યામાં શ્રીરામ ભગવાનનું મંદિર બનાવામાં આવ્યું છે.
હવે જોવાનું એ રહ્યુંકે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારસભ્યો શું આ પદયાત્રામાં જોડાશે કે પછી આંખે પાટા બાંધી ધૂતરાષ્ટ્રની ભૂમિકા નિભાવશે ??
હવે આવતીકાલે જોવાનું એ રહ્યું કે આદીવાસી સમાજનાં લોકો તથા સમસ્ત સનાતન ધર્મનાં લોકો પોતાના ધર્મની ધજા ફરકાવવામાં સફળ થશે કે પછી વહીવટી તંત્ર દ્વારા અગાઉ રોકવામાં આવ્યા હતા તેવી જ રીતે પાછા અટકાવવામાં આવશે?!
રીપોર્ટર :- વિકાસ શાહ(તાપી )