Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

નડિયાદ યોજાનાર રાજ્યસ્તરના સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમ બાબતે ખેડા જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

નડિયાદ યોજાનાર રાજ્યસ્તરના સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમ બાબતે ખેડા જિલ્લા ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

દેશનો 78મો સ્વાતંત્ર્ય પર્વ જેની રાજ્ય સ્તરની ઉજવણી ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં થવાની છે ત્યારે સમગ્ર વહીવટી તંત્રે તેની ઉજવણી માટે તડામાર તૈયારી હાથ ધરી છે.

ત્યારે નડીયાદ સહિત સંગ્રગ જિલ્લાની જનતાને આ રાષ્ટ્રીય પર્વમાં જોડાવા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે આહવાન કર્યું છે. આ કાર્યક્રમો પૈકી હર ઘર તિરંગા, નડીયાદ નગરમાં નીકળનારી તિરંગા યાત્રા તથા અનેકવિધ સાંસ્કૃતિક અને રંગારંગ કાર્યક્રમમાં જોડાવા અજયભાઈ બ્રહ્મભટ્ટે સહુ નગરજનોને અપીલ કરી છે. એ રીતે આપણે આપણી રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરવા પણ તેમણે જનતાને આહવાન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ નડિયાદ સહિત જિલ્લાના હિત માં અનેક નાનીમોટી વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત કરશે જેને આપણે સહુ ઉમળકાભેર આવકારીશું એમ પણ તેમને ઉમેર્યું હતું.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.