જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ ખેડા-નડિયાદ દ્વારા કપડવંજના પુનાદરા -વાઘજીપુર ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના-વોટરશેડ (પીએમકેએસવાય ડબલ્યુ ૨.૦ આતરસુંબા પ્રોજેક્ટ) અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
પીએમકેએસવાય ડબલ્યુ ૨.૦ આતરસુંબા પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૧૩.૨૬ કરોડના ખર્ચે કપડવંજ તાલુકાના કોસમ, વાઘાવત, આંતરસુંબા, નિકોલ, પુનાદરા, વાઘજીપુર, બોભા, કુલજીના મુવાડા અને તેલનાર સહિત કુલ ૦૯ ગામોમાં, કુલ ૬૦૨૮.૭૯ હેકટર પ્રોજેકટ વિસ્તાર હેઠળ જળ સંચયના વિવિધ વિકાસ કામો કરવામાં આવશે.
આ વોટરશેડ યોજનાનો મુખ્ય હેતુ જમીનનું ધોવાણ અટકાવી પાણીનો સંગ્રહ કરવો, ખેત ઉત્પાદન વધારવાની પ્રવૃતિઓ કરવી, લોકોનું જીવન ધોરણ ઉંચુ આવે તેવી પ્રવૃતિઓ કરવી ટૂંકમાં જળ, જમીન, જાનવર, જંગલ અને જનના વિકાસની પ્રવૃતિઓ કરવા માટે છે.
આ પ્રસંગે કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલાએ જણાવ્યું હતું કે કૃષિ સિંચાઈ યોજનાના સફળ અમલીકરણથી વાઘજીપુરા સહિત સમાવિષ્ટ તમામ ૦૯ ગામોમાં પાણીની વિશેષ સુવિધા ઉપલબ્ધ થશે. માટે ગ્રામજનોને જળ સંચયના કાર્યોમાં સહકાર આપી આ યોજનાને સફળ બનાવવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૨૭૭૯ કામો પૈકી એન્ટ્રી પોઈન્ટ એકટીવીટીના ૨૦ કામ, વર્કફ્રેઝના ૬૯૯ કામો, લાઈવલીહુડ અને પ્રોડકશનના ૨૦૫૦ કામોનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષે એન્યુઅલ એકશન પ્લાન ૨૦૨૪-૨૫ મુજબ ૨૯૪ કામો પૂર્ણ થયેલ છે.
જેમાં જમીન વિકાસની પ્રવૃતિઓમાં ખેતર પાળાના ૪૫ કામો, વનીકરણનું ૧ કામ, માટીપાળા સ્ટોન પીચીંગ સાથે ૧૧૦ કામો; જમીનનું ધોવાણ અટકાવવા માટેની પ્રવૃતિઓમાં ગલીપ્લગ (સીસી) ના ૧૦૨ કામો, સ્ટોનબંડના ૨ કામો, ચેકવોલના ૩૪ કામો, નાળા પ્લગના ૪૮ કામો; પાણી સંગ્રહની પ્રવૃતિઓમાં નવીન તળાવના ૧૫ કામો, પર્કોલેશન ટેન્કના ૧૨ કામો, ચેકડેમના ૭૧ કામો, ગ્રાઉન્ડ વોટર રીચાર્જ બોરના ૧૦ કામો; ઉત્પાદકતા વધારવા તથા લઘુ ઉદ્યોગો હેઠળ ખેતી વિષયક કામગીરીમાં વેલાવાળા શાકભાજી ઉછે૨ના ૪૩ કામો, પાક નીદર્શન પ્લોટના ૧૬ કામો, ખેતીના સાધનો (સ્પ્રે પંમ્પ)ના ૩૬૭ કામો, ડ્રીપ ઈરીગેશનના ૧૧૪ કામો, ઓર્ગેનીક ફાર્મીંગ કીટના ૩૫૪ કામો, કીચન ગાર્ડન કીટના ૧૪૯ કામોનો તથા ડેરી ડેવલપમેન્ટ માટે કેટલ શેડના ૯૩૦ કામો, ચાફ કટરના ૭૭ કામો, એનીમલ હેલ્થ કેમ્પના ૩૦ કામો અને ઇલેક્ટ્રીક ચાફકટરના ૧૦૯ કામો કરવામાં આવશે.
કાર્યક્રમ અંતર્ગત વોટરશેડ યોજનામાં જળ સંચય અને ભેજ ભૂમિ સંરક્ષણની કામગીરીમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર પ્રમુખશ્રીઓનું પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તથા આ યોજના અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં વિજેતા બાળકોને પ્રમાણપત્ર આપી અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતાં. સાથે વૃક્ષારોપણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કપડવંજ ધારાસભ્ય ખેડા જિલ્લા સહકારી મંડળી ચેરમેન, તાલુકા વિકાસ અધિકારી, આંતરસુંબા પીએસઆઇ, જિલ્લા જળસ્ત્રાવ એકમના ટેકનિકલ એક્સપર્ટ, સહિત ગ્રામ સરપંચો, અન્ય અગ્રણીઓ, શાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં આસપાસના ગ્રામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં.