click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બોટાદના AAP MLA ઉમેશ મકવાણાનો પલટો, પાર્ટી પદ છોડ્યાં, MLA પદ વિશે કહ્યું– જનતાને પૂછીને નિર્ણય કરીશ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Botad > બોટાદના AAP MLA ઉમેશ મકવાણાનો પલટો, પાર્ટી પદ છોડ્યાં, MLA પદ વિશે કહ્યું– જનતાને પૂછીને નિર્ણય કરીશ
BotadGujarat

બોટાદના AAP MLA ઉમેશ મકવાણાનો પલટો, પાર્ટી પદ છોડ્યાં, MLA પદ વિશે કહ્યું– જનતાને પૂછીને નિર્ણય કરીશ

ધારાસભ્ય પદેથી રાજીનામા વિશે તેમણે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, આ નિર્ણય પોતે જનતાને પૂછીને કરશે. સાથે એમ પણ કહ્યું છે કે રાજીનામું આપશે તો નવી પાર્ટી બનાવશે કે અપક્ષ લડશે એ પણ ભવિષ્યમાં જાહેર કરશે.

Last updated: 2025/06/26 at 1:11 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

બોટાદથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાના રાજીનામાથી ગુજરાતમાં AAPના આંતરિક સંકટો ફરીથી સ્પષ્ટ થયા છે. 26 જૂન, ગુરુવારે ઉમેશ મકવાણાએ AAPના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને વિધાનસભામાં પાર્ટીના દંડક તરીકેના પદ પરથી રાજીનામું આપી દેવાયું છે, જોકે તેમણે ધારાસભ્ય પદ હજુ સુધી છોડી નથી. પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે પોતે આ નિર્ણય બોટાદની જનતાને પૂછીને લેશે અને પછાત વર્ગના આગેવાનો સાથે બેઠક કર્યા બાદ શું આગળ કરવું તે નક્કી કરશે.

ઉમેશ મકવાણાએ પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે હાલ તેઓ સામાજિક સેવા માટે પૂરતો સમય આપી શકતા નથી, અને એ જ કારણથી તમામ જવાબદાર પદો પરથી મુક્ત થવા માંગે છે. જોકે તેમણે પ્રાથમિક સભ્યપદ યથાવત રાખ્યું છે અને પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે કામ કરતા રહેશે એવી સ્પષ્ટતા કરી છે.

પ્રેસ કૉન્ફરન્સમાં ઉમેશ મકવાણાએ ભાજપ અને કોંગ્રેસની તો ટીકા કરી પણ સાથે પોતાની આમ આદમી પાર્ટીને પણ એ જ હરોળમાં મૂકી દીધી હતી અને વાતનો સાર એ હતો કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, કોઈ પાર્ટી પછાત વર્ગના નેતાઓને સ્થાન આપતી નથી અને માત્ર તેમનો ચૂંટણીમાં મત મેળવવા માટે ઉપયોગ કરે છે. પત્રકાર પરિષદમાં વારંવાર તેમણે આ બાબત પર ભાર મૂક્યો હતો.

Gujarat | Aam Aadmi Party's Botad MLA Umesh Makwana resigns from all party posts

The letter reads, "…At present, my social services are decreasing, so I am resigning from all the posts of Aam Aadmi Party. I will work for the party as a worker." pic.twitter.com/AUNlxfIvVj

— ANI (@ANI) June 26, 2025

તેમનું કહેવું છે કે ભાજપ અને કોંગ્રેસે ક્યારેય આ સમાજો તરફ જોયું નથી પરંતુ આમ આદમી પાર્ટી પણ તેમાં પાછળ રહી ગઈ છે અને પોતે જે ઉદ્દેશ્યો સાથે આ પદો પર જોડાયા હતા, તેમાં કચાશ રહી જતી જણાય છે, એટલે પોતે રાજીનામું આપી રહ્યા છે. જોકે પાર્ટીના કાર્યકર્તા તરીકે ચાલુ રહેશે તેવી ચોખવટ પણ કરી હતી. સાથે કહ્યું કે ધારાસભ્ય પદ છોડવા વિશે બોટાદની જનતાને પૂછીને અને પછાત સમાજના આગેવાનો સાથે બેઠક કરીને નિર્ણય કરશે. આ ઘટનાક્રમ પરથી એ સ્પષ્ટ છે કે ઉમેશ મકવાણા પાર્ટી પર દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાર્ટીનાં પદ પરથી રાજીનામું આપવું એ પ્રથમ પગલું હોય શકે. પાર્ટી વિરુદ્ધ નારાજગી તેમણે જાહેર કરી જ દીધી છે અને સાથે સમાજનો મુદ્દો પણ લઈ આવ્યા છે, જેથી પાર્ટી પણ અવગણી શકે એમ નથી.

આ સ્થિતિ એટલી વધારે વેદનાદાયક છે કારણ કે માત્ર બે દિવસ અગાઉ જ વિસાવદર પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની વિજય બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ અનુભવી રહી હતી. પાર્ટી કાર્યકર્તાઓ અને યુટ્યુબ સમર્થકોએ પણ આ જીતને “ગુજરાતમાં નવા યુગની શરૂઆત” તરીકે વ્યાખ્યાયિત કરી હતી. એ સ્થિતિમાં ઉમેશ મકવાણાનું રાજીનામું એ જીત પર પાણી ફેરવવા જેવું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared

You Might Also Like

મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ દ્વારા ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’નું વિમોચન

ગ્રીટમાં નવી નિયુક્તિઓ, 2030–2047ના વિકાસ માટે રોડ મેપ નક્કી થશે

ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ, પંકજ જોષીની GERC ના અધ્યક્ષ પદે નિમણૂક

આસામનો શહીદ દિવસ : બાંગ્લાદેશી ઘૂસણખોરી સામેની ચળવળમાં 850થી વધુ બલિદાનોનો ઇતિહાસ

“SIR મુદ્દે સંસદમાં ચર્ચા નહીં બને, મતદાર યાદી સુધારવાનું કાર્ય ચૂંટણી પંચનું” — લોકસભામાં ગૃહમંત્રીનો સ્પષ્ટ જવાબ

TAGGED: AAP MLA Umesh Makwana, AAP MLA ઉમેશ મકવાણા, aap party, Arvind Kejriwal, botad, Botad AAP MLA, botad collector, Botad District, Botad news, gujarat, Gujarat news, gujarati news, MLA post, news channel in india, oneindianews, party post, આમ આદમી પાર્ટી, ગુજરાત, પ્રેસ કૉન્ફરન્સ, બોટાદ, બોટાદ જિલ્લા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 26, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ડોલવણ તાલુકાના આમણીયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે બાપુભાઈ બાબુભાઈ કોકણી વિજય બન્યા
Next Article ‘ઉમેશ મકવાણા પાંચ વર્ષ માટે AAPમાંથી સસ્પેન્ડ’: ઈસુદાન ગઢવીની X પર પોસ્ટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ દ્વારા ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’નું વિમોચન
Gandhinagar Gujarat ડિસેમ્બર 10, 2025
ગ્રીટમાં નવી નિયુક્તિઓ, 2030–2047ના વિકાસ માટે રોડ મેપ નક્કી થશે
Gandhinagar Gujarat ડિસેમ્બર 10, 2025
ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ, પંકજ જોષીની GERC ના અધ્યક્ષ પદે નિમણૂક
Gujarat ડિસેમ્બર 10, 2025
આસામનો શહીદ દિવસ : બાંગ્લાદેશી ઘૂસણખોરી સામેની ચળવળમાં 850થી વધુ બલિદાનોનો ઇતિહાસ
Gujarat ડિસેમ્બર 10, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?