ચૂંટણીમાં બંને પક્ષના મોટા ગજાના નેતાઓ પણ જોડાયા
૧૬-૨-૨૦૨૫ ના રોજ મતદાન તેમજ ૧૮-૨-૨૦૨૫ સે મતગણતરી
આણંદ:ઓડ સામાન્ય નગરપાલિકા ચૂંટણી
તા.૧૩/૨/૨૦૨૫ ના રોજ ૧૧:૦૦વાગે પૂર્વ કેન્દ્રીય મંત્રી, આંકલાવ મત વિસ્તારના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા,વિપક્ષ નેતા ગુજરાત વિધાનસભાના વરદ હસ્તે ઓડ શહેરમાં ભુલેશભાઈના પ્લોટ મા કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામા આવ્યુ.આ પ્રસંગે ભુગૃરાજસિહ ચૌહાણ, ઓડ કોંગ્રેસ પ્રમુખ દિપેનભાઈ,સુરેશભાઈ સૌમેયા,ચેતનભાઈ ઓડના કોંગ્રેસના ૧૮ ઉમેદવારો, કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકર્તા ભાઈ-બહેનો મોટી સંખ્યા હાજર રહ્યા હતા. આ સભામાં કોંગ્રેસનાં દરેક ઉમેદવારોને વધુ મા વધુ મતો આપી જીતાડવા અપીલ કરવામાં આવી. સૌએ ભેગા મળી ને ઓડ શહેર મા ભવ્ય પ્રચાર રેલી કાઢી
ઓડ નગરપાલિકાની ૨૪ બેઠકો ની ચૂંટણીમા ૬ બેઠક પર ભાજપ ના ઉમેદવાર બિન હરિફ જાહેર થતા ૧૮ બેઠક પર ભાજપ ના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તા.૧૩ ના રોજ સાંજે ૭:૦૦ વાગે સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે સભાને સંબોધી.ભાજપના દરેક ઉમેદવારોને મત આપી ને વિજેતા બનાવવા અપીલ કરી.આ સભામાં ઓડ શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ ,પૂર્વ ઓડ શહેર ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ, ૧૮ ભાજપ ના ઉમેદવારો, અગ્રનીયો, સંગઠન ના કાર્યકર્તા ભાઈ-બહેનો, પ્રજાજનો ની ઉપસ્થિતિ મા જોવા મળી