મનસુખભાઈ વસાવાની 30 વર્ષની કારકિર્દીમાં એક પણ ડાગ લાગ્યો નથી મારા જેવા કેટલા યુવાનોનું તેમને ઘડતર કર્યું છે તેઓ શ્રીકૃષ્ણ જેવા સારથી છે દરેક સમાજને સાથે લઈને ચાલે છે આપણે નસીબદાર છીએ આપણને સૌને સરળતાથી મળે છે-પૂર્વ નગરપાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલ મનસુખભાઈ નર્મદા જિલ્લાના ભીષ્મપિતામાં છે છેલ્લા ૩૦ વર્ષથી ખુબ સરસ સેવા કરી રહ્યા છે મનસુખભાઈ ઘીનો દીવો છે-જયદેવ પ્રસાદ શાસ્ત્રી મનસુખભાઈ સીધી વાત કરે છે નિષ્ઠા પ્રમાણિકતા પાર્ટી માટે વફાદારી સ્પષ્ટ વક્તા આખાબોલા નેતા છે કુલદીપસિંહ અને નીલભાઈ જેવા યુવાનોનું ઘડતર કરશો તો આપણને ખૂબ સારું નેતૃત્વ મળશે-સિદ્ધેશ્વર સ્વામી
આપણા વિસ્તારના પનોતા પુત્ર સતત સાતમી વાર લોકસેવાનું કામ કરી રહ્યા છે કુલદીપ સિંહ અને સમાજના આગેવાનો ભવ્ય કાર્યક્રમ કરી આદેશના સૌથી સિનિયર લોકસભાના સાંસદ છે દેશના વડાપ્રધાન સાથે સૌથી વધારે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું છે મારું પણ રાજકીય ઘડતર સાહેબના સાનિધ્યમાં થયું છે-ઘનશ્યામભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ આદિવાસી નેતા તરીકે 1998 થી શરૂઆત કરી આપ સૌને આટલું વિરાટ વ્યક્તિત્વ મળ્યું છે આદિવાસી સમાજનું ગૌરવ થાય એમના માર્ગદર્શન સૂચનો ને મળતા રહે એવી હું હરસિધ્ધિ માતાને પ્રાર્થના કરું છું-ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ રાજપીપલા રાજપૂત યુવક મંડળ અને વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ ઊર્જાવાન અને રાષ્ટ્રપ્રેમી સભ્યો દ્વારા આજે શહેરમાં ખાસ અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 12 જેટલાં ક્ષત્રિય સમાજના ગામોના આગેવાનો દ્વારા અને 18 જેટલાં અન્ય સમાજના આગેવાનો દ્વારા મનસુખ વસાવા આ સન્માન કરવામાં આવ્યું તે બદલ તેઓએ હ્રદયપૂર્વક સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં યુવાનોને ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાયિક શિક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
ખોટાં માણસોને આપણે મોટાં બનાવી દઈએ તો ક્યાંકને ક્યાંક સમાજ માટે હાનિકારક બની જતા હોય છે. ચૈતર વસાવા દ્વારા અલગ ભીલીસ્તાનની માગ કરવામાં આવી રહી છે તે ખરેખર તો રાજકીય લાભ ખાટવા માટેની એક ચાલ છે. દેશની અખંડિતા અને સાર્વભૌમત્વ એ આ પ્રકારના અંગત લાભોથી ઉપર હોવું જોઈએ. દેશના તમામ લોકોએ કોઈપણ પ્રકારના જ્ઞાતિ-જાતિ કે ધર્મના ભેદભાવ વગર, ભાગલાવાદી માનસિક્તાથી પર રહીને માત્રને માત્ર અખંડ ભારત, મજબૂત ભારત માટે કાર્ય કરવું જોઈએ. રાષ્ટ્ર અને રાષ્ટ્રભાવના પ્રથમ હોવી જોઈએ એવું ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાભાઈ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ , નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નીલ રાવ , નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડૉ દર્શનાબેન દેશમુખ , ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા , રાજપીપલાના મહારાજા રઘુવીરસિંહ મહારાણી રુક્ષ્મણી દેવી પ.પુ. સિદ્ધેશ્વર સ્વામી તિલકવાડાના કથાકાર જયદેવપ્રસાદ શાસ્ત્રી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મહામંત્રી રાજપીપલા નગર સેવા સદન પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ રાજપીપલા નગર સેવા સદન ઉપપ્રમુખ ગિરિરાજસિંહ ખેર રાજપીપલા નગર સેવા સદન કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ વનિતાબેન વસાવા તેમજ જિલ્લાના હોદેદારો, આગેવાનો અને રાજપૂત સમાજના અને વિવિધ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા વૃક્ષારોપણનો અવસર મળતા રુદ્રાક્ષના વૃક્ષનું રોપણ કર્યું.
રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા