ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહનચાલકોની સુરક્ષા માટે ‘નીતિ એજ ધર્મ’ ગ્રુપ દ્વારા સેફ્ટી ગાર્ડ લગાવવાનું પ્રશંસનીય કાર્ય
ઉત્તરાયણના પર્વ દરમિયાન ટુ-વ્હીલર વાહનચાલકો પતંગની જીવલેણ દોરીથી અકસ્માતનો ભોગ ન બને તેવા ઉમદા હેતુથી નડિયાદના રિંગ રોડ પર સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ‘નીતિ એજ ધર્મ’ ગ્રુપ દ્વારા દાવોલિયા પુરા અને ડી-માર્ટ ચોકડી જેવા વ્યસ્ત વિસ્તારોમાં વાહનચાલકોના ટુ-વ્હીલર પર સેફ્ટી ગાર્ડ (લોખંડના સળિયા) નિઃશુલ્ક ફિટ કરી આપવામાં આવ્યા હતા. આ સેવાકીય પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારના ઉત્સાહ વચ્ચે નિર્દોષ લોકોના જીવ બચાવવાનો અને માર્ગ અકસ્માતો અટકાવવાનો છે.
આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ રૂબરૂ સ્થળ મુલાકાત લઈને કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યો હતો. તેમણે રણછોડભાઈ, પ્રકાશભાઈ, કાર્યક્રમના દાતાઓ તેમજ ‘નીતિ એજ ધર્મ’ ગ્રુપના તમામ ઉત્સાહી યુવાનોને આ માનવીય કાર્ય બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્યએ જણાવ્યું હતું કે યુવાનો દ્વારા કરવામાં આવેલું આ સુરક્ષા લક્ષી કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ છે અને તેનાથી વાહનચાલકોમાં જાગૃતિની સાથે સુરક્ષાનો ભાવ પણ વધશે.
યેશા શાહ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel