વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં અતિ વ્યસ્ત રહેનાર વ્યાપારી ભાઈ-બાહેનો માટે બ્રહ્માકુમારીઝ નડિયાદ તથા બિઝનેસ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ વિગ (RER.F.) દ્વારા “સંતુલિત વ્યાપાર ખુશ રહે પરિવાર” વિષય હેઠળ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ભાતા અરવિંદભાઈ શાહ (સદ્ગુરુ યા, ગંજ બજાર), ભાતા ભદ્રેશભાઈ શાહ (મેંગો કોર્ટીયાર્ક પીપલજ રોડ) આદરણીય રાજયોગીની બહ્માકુમારી પૂર્ણિમાદીદી તથા બ્રહ્માકુમારી સ્મિતાબેને મંચ શોભાવ્યું, નડિયાદ નગરના અનેક વ્યાપારી ભાઈ-બહેનોએ આ કાર્યક્રમનો લાભ લીધો. પરિવારને ખુશહાલ કેવી રીતે રાખી શકાય તેની માહિતી સ્મિતાબેને આપી. વ્યસ્ત હોવા છતાં પણ રાજયોગનો અભ્યાસ કરી પરિવાર અને વ્યાપારને કેવી રીતે સંતુલિત રાખી શકાય તેના પર પ્રશ્નોત્તર થયા. જે બાઈઓ વર્તમાન સમયે વ્યાપાર તો કરે છે સાથે સાથે દૈનિક રાજયોગનો અભ્યાસ પણ કરે છે. તેઓએ પોતાના જીવનમાં થયેલ સકારાત્મક અનુભવી અવગત કર્યા વિશેષ ભાતા ભદ્રેશભાઈએ પોતાના વિચારો રજૂ કર્યોની સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વને રાજયોગનો કોર્મ કરવા જણાવ્યું, ભાત અરવિંદભાઈ ઘણા સમયથી આ સંસ્થા સાથે સંકળાયેલ છે તેઓએ પણ પોતાનો અનુભવ વ્યક્ત કર્યા.
જીવનમાં મૂલ્યનું મહત્વ અને તેને વ્યાપાર સાથે કેવી રીતે સંકળાય તેની માહિતી રમત- ગમત દ્વારા આપવામાં આવી. આદરણીય વૃણિમાદીદીએ સર્વના સ્વાસ્થ્ય માટે આશીર્વચન આપ્યા અને ખશાહાલ જીવન માટે શુભેચ્છા પાઠવી. કાર્યક્રમ બાદ સર્વએ સાથે મળીને પ્રભુપ્રસાદ સ્વીકાર કર્યો.