Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

કપડવંજમાં 108 ની ટીમે દર્દીના પરિવારને રોકડ પરત કરી

કપડવંજમાં 108 ની ટીમે દર્દીના પરિવારને રોકડ પરત કરી

કપડવંજ તાલુકાના ઉકરડીના મુવાડા ગામ પાસે માર્ગ અકસ્માતમાં ઠાસરાના વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતાં. જેને વધુ સારવાર અર્થે 108 ની ટીમ દ્વારા કપડવંજ સી.એચ.સી. માં ખસેડયા હતાં.જેમની પાસેથી મળી આવેલ રોકડ રકમ અને મોબાઈલ તેમના પરિવારજનોને સુપરત કરી 108 ની ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું હતું. ઠાસરા તાલુકાના ઉનાલીયા ગામના વતની રયજીભાઈ વજાભાઈ રાઠોડ (ઉ.વ.૩૨) ને કપડવંજના ઉકરડીના મુવાડા પાસેથી પસાર થઈ રહ્યા હતાં. તે સમયે તેઓ નીલગાય સાથે અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. જેથી 108 ટીમને કોલ મળતા પાયલોટ રમેશભાઈ શર્મા તથા ઈએમટી જીતેન્દ્રભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતાં. ઈજાગ્રસ્ત રયજીભાઈને તાત્કાલિક કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડયા હતાં. દરમિયાન રયજીભાઈ પાસેથી રોકડ રકમ રૂ.65 હજાર તથા મોબાઈલ નંગ-2 મળી આવ્યા હતાં.જેથી 108 ના કર્મચારીઓએ તેમના પરિવારના નવીનકુમાર શંકરભાઈ સોલંકી, અજીતભાઈ ભરતભાઈ સોલંકીને આ રકમ તથા બન્ને મોબાઈલ સુપરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડયું હતું.

 

 

રીપોર્ટર-સુરેશ પારેખ(કપડવંજ)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.