Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નવરાત્રિ પર્વ દરમિયાન અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન મહિલાઓની મદદ માટે તૈનાત રહેશે

નવરાત્રિ પર્વ દરમિયાન અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન મહિલાઓની મદદ માટે તૈનાત રહેશે

આગામી નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યા મા ગરબા સ્થળે એકત્રિત થાય છે જેઓ સાથે કોઈ અનિચ્છનિય ઘટના બને નહીં અને સુરક્ષિત રીતે ગરબા માં ભાગ લઇ શકે તે માટે પોલીસ સાથે અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન ની ટીમ પણ ફરજ બજાવશે.

ગુજરાત સરકાર ની અભિનવ હેલ્પ લાઈન મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ તેમજ ઇ. એમ. આર. આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કાર્યાન્વિત છે જે દિવસે દિવસે મહિલાઓ માં વધુ ને વધુ વિશ્વવનીય અને સાચી સહેલી તરીકે ઉભરી રહી છે.

અભયમ ટીમની ૨૪*૭ સેવાઓ કાયમી હૉય છે જેઓ પિડીત મહિલાઓ ને સમયસર મદદ, માગૅદશૅન અને બચાવ ની અગત્ય ની કામગીરી ફરજ ના ભાગ રૂપે બજાવે છે વિશેષ નવરાત્રિ પર્વ ને ધ્યાન માં રાખી ગરબા સ્થળે, આજુબાજુ ના વિસ્તાર માં ફરજ ની સાથે પેટ્રોલિંગ પણ કરશે જેથી કોઈ અઘટિત બનાવ બને નહી અને મહિલાઓ સુરક્ષિત રીતે ગરબા નો આનંદ માણી શકે. ખાસ કરી મહિલાઓ માટે સંદેશ છે કે ગરબા પરિચિત ગ્રુપ સાથે રહેવુ, કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે નાસ્તો કે પીણું પીવું નહી, વધુ વ્યક્તિ ની અવરજવર હૉય તે રસ્તો પસંદ કરવો, અજાણ્યા વ્યક્તિઓ સાથે ફોટો શેર કરવો નહી.

અભયમ સેવાઓ ઝડપ થી મેળવવા માટે પ્લે સ્ટોર માંથી અભયમ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જે મુશ્કેલી ના સમયે ઝડપ થી આપના સુઘી સેવાઓ પહોંચાડી શક્શે.
કોઈપણ સતામણી કે શંકા હોય તો તરતજ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન કે ૧૦૦ નંબર નો સંપર્ક કરવો.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.