નવસારીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ જિલ્લા મત્સ્યોધ્યોગ નિયામક કચેરીમાં મોટી કાર્યવાહી કરી છે. એસીબીએ સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષક દીપક ચૌહાણને 15 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.
આ કેસમાં એક માછીમારે ફરિયાદ નોંધાવી હતી. તેમની ટ્રોલર બોટના નવા એન્જિન માટે સબસિડી મેળવવા અને બોટની માલિકી બદલવા માટે અધિકારીએ લાંચની માગણી કરી હતી. અધિકારીએ સબસિડી માટે પહેલા 5 હજાર અને માલિકી બદલવા માટે 10 હજાર રૂપિયા માંગ્યા હતા. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે નવસારી ACBનો સંપર્ક કર્યો હતો. આ બાદ ACBએ છટકું ગોઠવી દીપક ચૌહાણને કચેરીની લોબીમાં રૂ.15000ની લાંચ લેતા પકડી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.