Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

કપડવંજ – ઉત્કંઠેશ્વર રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત

કપડવંજ – ઉત્કંઠેશ્વર રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત

કપડવંજ – ઉત્કંઠેશ્વર રોડ ઉપર સિંઘાલી પાટીયા પાસે બેઠક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ઇજાઓ થઈ હતી.

કપડવંજથી ગાંધીનગર જવાના માર્ગે સિંઘાલી પાટીયા પાસે આગળ જઈ રહેલ ટ્રક પાછળ બીજી ટ્રક ઘૂસી ગઈ હતી. આગળ જતી ટ્રકના ચાલકે ઓચિંતી બ્રેક મારતા પાછળ આવતી ટ્રકના ડ્રાઇવર કઈ સમજે વિચારે તે પહેલા આગળની ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે ડ્રાઇવરને ઇજાઓ થઈ હતી અને ટ્રકની કેબીનના પણ ફુરચે ફુરચા ઉડી ગયા હતાં. ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર અર્થે કપડવંજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

 

રિપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.