નડિયાદથી પેટલાદ જતા રોડ ઉપર ૫ દ્વિચક્રી વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા ઘણા લોકો ઘાયલ થયા હતા, જેઓને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ખેડા જિલ્લામાં નડિયાદથી પેટલાદ જતા રોડ પર પીપળાતા ગામ પાસે 5 દ્રિ ચક્રી વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હુન્ડાઈ i20 કાર ચાલકે ચાર મોટર સાઇકલ ને અડફેટે લીધા હતા. એક યુવતી સહીત ચાર જેટલાં લોકો ને ગંભીર ઈજાઓ પોહચી હતી. આસપાસ ના લોકો એ ભેગા થઈને બચાવ કામગીરી ની શરૂઆત કરી હતી. સ્થાનિક લોકોએ નડિયાદ ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં ચાર જેટલી 108 ની મદદ થી અકસ્માત માં ઘવાયેલા લોકો ને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.