આજરોજ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાચ ગામે ઉતરાખંડ રાજ્યના સાંસદ અને ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી અજય તમતાજી અને મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ક્લસ્ટર પ્રભારી જ્યોતિબેન પંડ્યા શેઠ ની પ્રેરક ઉપસ્થિતિમાં આદિમજૂથ પરિવારના લાભાર્થી સંપર્ક અને સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોક સંપર્ક અભિયાન હેઠળ સરકારી આવાસનો લાભ લીધેલ પરિવારો ની મુલાકાત પણ લીધી હતી.
એક તરફ લોકસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે ત્યારે ભાજપ સહિત વિવિધ પાર્ટીઓ દ્વારા ચૂંટણી લક્ષી કવાયતો હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બારડોલી બેઠક પર લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા બાદ ચૂંટણી ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ૨૩-બારડોલી લોકસભામાં સમાવિષ્ઠ વિસ્તારમાં આવેલ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાચ ગામે ઉતરાખંડ રાજ્યના અલ્મોડાનાં સાંસદ અને માજી કેન્દ્રિય ટેક્સટાઇલ મંત્રી અજય તમતાજી લાભાર્થી સંપર્ક હેઠળ પ્રવાસમાં આવ્યાં હતાં, જેમાં સાંસદ અજય તમતાજીએ સરકારની આદિમજૂથ માટેની પ્રધાનમંત્રી આવસ યોજના સહિત વિવિધ યોજના ઓના લાભ લીધેલ આદિમજૂથ પરિવારોની મુલાકાત લીધી હતી અને તેમની સાથે બેસીને સંવાદ કર્યો હતો…
આ પ્રસંગ સુરત જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ, તાપી જિલ્લા મહામંત્રી ડૉ નિલેશભાઈ ચૌધરી, મહુવા વિધાનસભા પ્રભારી આનંદભાઈ દેસાઈ, સંયોજક રાકેશભાઈ પટેલ, લોકસભા વિસ્તારક મૌલીક દેસાઈ, તાલુકા સંગઠન પ્રમુખ ટિંકલ પટેલ, ઉદયભાઈ દેસાઈ, યુવા મોરચા પ્રદેશ મંત્રી તેમજ મહુવા વિધાન સભાના સહ સંયોજક સુરજ દેસાઈ, ST મોરચાના પ્રમુખ અમિતભાઈ પટેલ, કિશાન મોરચા મહામંત્રી પરીમલસિંહ સોલંકી, વાલોડ તાલુકા સંગઠન મહામંત્રી ધવલ શાહ, દક્ષિણ ગુજરાત સોશિયલ મીડિયાના જેનીશ શાહ, તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સભ્યો, અંબાચ ગામના સરપંચ અમરત ચૌધરી તેમજ અન્ય હોદ્દેદારઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.