ભારતનું સોલર મિશન પોતાના મહત્વપૂર્ણ પડાવ પર પહોંચવાનું છે. આ પ્રક્રિયામાં લેન્ગ્રેજ પોઈન્ટ 1 સુધી પહોંચવા માટે એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થવાનું છે. જણાવી દઈે કે લેન્ગ્રેજ પોઈન્ટ ધરતી અને સૂર્યની વચ્ચે ગુરૂત્વાકર્ષણ સંતુલનનું બિંદુ છે.
15 લાખ કિલોમીટરથી વધારેની યાત્રા બાદ આ સ્પેસક્રાફ્ટ હવે તેના પ્રવાસના અંતિમ પડાવમાં છે. ઉલ્લેખનીય છે કે ઈસરોએ આ સ્પેસક્રાફ્ટને 2 સપ્ટેમ્બર 2023એ શ્રી હરિકોટાથી લોન્ચ કર્યુ હતું. આશા છે કે 6 જાન્યુઆરી 2024એ તેની યાત્રા પુરી થઈ જશે.
એલ 1ના મહત્વને નકારી શકાય નહીં. આ જગ્યાથી આદિત્ય એલ 1 કોઈ મુશ્કેલી વગર અભ્યાસ કરી શકે છે. આ દરમિયાન સૂરજના વાતાવરણ, તેની પર ઉભા થતાં ચુંબકીય તોફાનો અને ધરતી પર તેની અસર વિશે વિસ્તૃત અભ્યાસ કરવામાં આવશે.
અંતરીક્ષ યાન કોરોનલ માસ ઈજેક્શન અને આંતરગ્રહીય ચુંબકીય ક્ષેત્ર જેવી વિભિન્ન ઘટનાઓની જાણકારી પણ એકત્ર કરશે. તેનાથી ના માત્ર ભારત પણ સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિક સમુદાયને મહત્વપૂર્ણ આંકડાઓ મળશે.
ઈન્સર્શનની પ્રોસેસ પૂરી રીતે સફળ થાય, તેના માટે ઈસરોની ટીમને ઘણી સાવધાની રાખવી પડશે. જેની હેઠળ અંતરીક્ષ યાનની સ્થિતિ અને સ્પીડ પર સતત નજર રાખવી પડશે. તે નક્કી કરેલા રસ્તાથી ભટકી ના જાય, તેના માટે ઓનબોર્ડ થ્રસ્ટર્સનો ઉપયોગ કરવામાં આવશે. વીઈએલસી અને સૌર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ સહિત અંતરીક્ષ યાનના ઉપકરણોને સૂર્ય દ્વારા ઉત્સર્જિત તીવ્ર કિરણોત્સર્ગ અને કણોથી સુરક્ષિત હોવું આવશ્યક છે.