Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

નડિયાદને મહાનગરપાલિકામાં રૂપાંતર કર્યા બાદ હવે વિકાસને વેગ મળશે

નડિયાદને મહાનગરપાલિકામાં રૂપાંતર કર્યા બાદ હવે વિકાસને વેગ મળશે

નડિયાદને મહાનગરપાલિકામાં રૂપાંતર કર્યા બાદ હવે વિકાસને વેગ મળશે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવી મહાનગરપાલિકાની રચના બાદ વિકાસ કાર્યો માટે મોટું ભંડોળ ફાળવવામાં આવ્યું છે, રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચાલુ વર્ષે નવા પ્રોજેક્ટ્સ માટે 200 કરોડ રૂપિયા અને જૂના પ્રોજેક્ટ્સ માટે 118 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે.

આ બાબતે મ્યુનિસિપલ કમિશનર જી.એચ. સોલંકીએ જણાવેલ કે, નડિયાદ શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ હાથ ધરાશે. જેમાં આઇકોનિક રોડ, લોકો માટે બાગ-બગીચાનો વિકાસ, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નેટવર્ક, પીવાના પાણીનું નેટવર્ક અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. નાગરિકોની સુવિધા માટે 10 ગામો અને શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ ઓફિસ અને સિટી સિવિક સેન્ટર સ્થપાશે.

વધુમાં, સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે, નડિયાદને વડોદરા, અમદાવાદ અને સુરતની હરોળમાં લાવવાનું લક્ષ્ય છે. આ ઉપરાંત, નડિયાદ શહેરમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ કાર્ય પણ પ્રગતિ હેઠળ છે, જે શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મનપા દ્વારા નાગરિકોની સક્રિય સહભાગિતા સાથે આ તમામ વિકાસ કાર્યો વેગવંતા બનાવાશે.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.