Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

નડિયાદ મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ૭૬મા પ્રજાસત્તાક દિન ઉજવણી

નડિયાદ મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ૭૬મા પ્રજાસત્તાક દિન ઉજવણી

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા નડિયાદ મહાનગરપાલિકા ખાતે ૭૬મા પ્રજાસત્તાક દિન ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પર્વની ઉજવણી કરી હતી.

નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મ્યુનિસિપલ કમિશનર જી.એચ. સોલંકીજએ મહાનગરપાલિકા પટાંગણમાં પૂ.મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ શ્રી સરદાર સાહેબની પ્રતિમાઓને સુતરની આંટી પહેરાવી સ્મરણાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કર્યું હતું અને કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ ખાતે ડે.કમિશનર રૂદ્રેશભાઇ, નડિયાદ શહેર સંગઠન પ્રમુખ વિરાગભાઈ, મહાનગરપાલિકાના કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને પોલીસ વિભાગના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને નડિયાદ મહાનગરપાલિકા કમિશનર જી.એચ. સોલંકીએ દેસાઈ વગા સ્થિત શ્રી સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાત લઈ શ્રી સરદાર સાહેબ અને પૂ.મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી સ્મરણાંજલિ અર્પણ કરી હતી.
સાથે ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશ્નર રુદ્રેશભાઈ, શહેર સંગઠન પ્રમુખ વિરાગભાઈ શાહ, સંગઠન ઉપપ્રમુખ ચિરાગભાઈ, પૂર્વ કાઉન્સિલર, અગ્રણીઓ સહિત વિસ્તારના વડીલો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.