Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

ખેડા જીલ્લામાં ભારે વરસાદ બાદ નુકશાન થયેલ રસ્તાઓની મરામત કરી તેને પુનઃ કાર્યરત કરવાની કામગીરી ચાલુ

ખેડા જીલ્લામાં ભારે વરસાદ બાદ નુકશાન થયેલ રસ્તાઓની મરામત કરી તેને પુનઃ કાર્યરત કરવાની કામગીરી ચાલુ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં મોટા પાયે રસ્તા રીપેરીંગની કામગીરી શરુ કરવામાં આવી છે. ખેડા જીલ્લામાં માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હસ્તકના આજ દિન સુધી કુલ ૭૦ રસ્તાઓ ભારે વરસાદને કારણે વાહન વ્યવહાર અર્થે બંધ થયા હતા. જે પૈકી હાલની સ્થિતિએ કુલ ૬૦ થી વધુ રસ્તાઓ કાર્યરત થયેલ છે અને બાકીના રસ્તા કાર્યરત કરવાની કામગીરી હાલ શરૂ છે.

જેમાં, મહુધા સસ્તાપુર ખલાડી રોડ, મહોળેલ અલીન્દ્રા રોડ, તોરણીયા એપ્રોચ રોડ, કપડવંજના પાણીયારા ભાટેરા રોડ, દહીઅપ દુજેવાર નવાપુરા રોડ, નાયકા કલોલી રોડ, કાવઠ લોટીયા રોડ, માલ ઇતાડી દેવના મુવાડા રોડ, ગળતેશ્વરના અંઘાડી ચપાટીયા રોડ અને માતરના દેથલી માંઘરોલ રોડ, વસ્તાના હાંડેવા વાલોત્રી રોડની મરામત કામગીરી કરી રોડ પુનઃ કાર્યરત કરવામાં આવી રહ્યા છે.

ભારે વરસાદના કારણે જે રસ્તાઓમાં નુકશાન થયેલ તે રસ્તાઓની મરામતની કામગીરી હાલ પ્રગતિમાં છે
તેમજ જે હાલ બંધ છે તે રસ્તાઓ પરથી પાણી ઉતરેથી રસ્તાઓની ચકાસણી કરી અવર જવર માટે રસ્તાઓ વહેલી તકે કાર્યરત કરવામાં આવશે એમ ખેડા જીલ્લામાં માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા જણાવેલ છે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.