બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે 5 ઑગસ્ટ, 2025ના રોજ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે દેશમાં આગામી સામાન્ય ચૂંટણીઓ ફેબ્રુઆરી 2026માં યોજાશે. આ મહિને રમઝાનનો પવિત્ર ઇસ્લામી મહિનો પણ ચાલી રહ્યો હશે, તેમ જણાવાયું છે. યુનુસે વચન આપ્યું છે કે આ ચૂંટણીઓ પારદર્શી અને નિષ્પક્ષ રીતે યોજાશે અને લોકશાહીને મજબૂત બનાવશે. જોકે, દેશની વર્તમાન રાજકીય અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં, ઘણા નિષ્ણાતો અને સામાન્ય જનતા આ વચનોથી સહમત નથી.
શેખ હસીના સરકાર ભંગ થયા પછી શરૂ થયેલી રાજકીય અસ્થિરતા અને આંતરિક કલહને કારણે સમગ્ર દેશમાં અશાંતિ અને ગેરવિશ્વાસનું માહોલ છવાયેલો છે. યુનુસે વિતેલા વર્ષ દરમિયાન પોતાની જાતને લોકશાહીનો સમર્થક તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હકીકતમાં તેમના શાસનકાળ દરમિયાન હિંદુ લઘુમતી સમુદાયની સ્થિતિ વધારે નિરાશાજનક બની છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે બગડી છે, જેને કારણે અનેક લઘુમતી સમુદાયોએ ભયમાં જીવવું પડ્યું છે.
મોહમ્મદ યુનુસે 8 ઑગસ્ટ, 2024ના રોજ વચગાળાની સરકારનો કાર્યભાર સંભાળ્યો હતો, જ્યારે શેખ હસીનાની ચૂંટણીપંચ પરના પ્રભુત્વ અને વિરોધપક્ષો દ્વારા ચૂંટણીના બહિષ્કારને પગલે તેમની સરકાર ભંગ થઈ ગઈ હતી. યુનુસ કોઈ ચૂંટાયેલા વડાપ્રધાન નથી અને તેમની કેબિનેટ પણ કોઈ લોકશાહી પ્રક્રિયા દ્વારા રચાઈ નથી, જેના કારણે તેમના નિર્ણયોની પ્રામાણિકતા પર વારંવાર પ્રશ્નો ઊઠ્યા છે.
છેલ્લા ઘણા મહિનાઓથી દેશમાં ફરીથી લોકશાહી ચૂંટણી માટે માગ ઉઠતી રહી છે, પણ યુનુસ સરકારે હંમેશા કોઈને કોઈ કારણ આપીને આ પ્રક્રિયા ટાળી હતી. હવે જ્યારે એક વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આંતરરાષ્ટ્રીય દબાણ પણ વધ્યું છે, ત્યારે તેમણે આખરે ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણીઓ યોજવાનો વાયદો કર્યો છે. હવે જોવાનું એ છે કે આ ચૂંટણી વાસ્તવમાં લોકશાહીનું પુનઃસ્થાપન કરી શકશે કે નહિ.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel