ઓપરેશન સિંદૂર બાદ આજે પ્રથમવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવનાર છે. વિગતો મુજબ આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 ગુજરાતના પ્રવાસે છે. આજે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચશે. વાસ્તવમાં આ 3 દિવસ દરમિયાન અમિત શાહ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ સુધી ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે અમિત શાહ અમદાવાદ આવશે. જ્યાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 117 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે. આ સાથે 14.71 કરોડના ખર્ચે બનેલ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું લોકાર્પણ કરશે.
આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ RTO સર્કલ ખાતે 25 લાખના ખર્ચે નવા બનેલા પિંક ટોયલેટનું લોકાર્પણ કરશે. વિગતો મુજબ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ 18 તારીખે અલગ-અલગ સ્થળોએ જાહેરસભાને સંબોધન કરશે. જેમાં ખાસ કરીને અમદાવાદના સાયન્સ સિટી, મહેસાણા અને નારણપુરા વિસ્તારમાં સભાનું આયોજન કરાયું છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
16 મે 2025 (શુક્રવાર)
- સાંજે 7:40 કલાકે ઘરે પહોંચશે
17 મે 2025 (શનિવાર)
- 4 કલાકે : ગાંધીનગર જવા રવાના
- 4: 45 થી 4: 55 : સેક્ટર 21 22 ગાંધીનગર
- 4 55 થી 5 20 : પીએચસી ગાંધીનગર
- 5:20 થી 5:25 કલાકે : કોલવડા તળાવ ગાંધીનગર
- 5:40 : પીએચસી વાવોલ
- 5:55 થી 6 : હાઉસિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ, સિંધવાઈ માતા મંદિર
- 06-6:45 : શિવેષ સોસાયટીની બાજુમાં ગાંધીનગર કોર્પોરેશનના પ્રોજેક્ટ અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટ લોકાર્પણ
- 7:15 થી 7:45 ગાલા એમ્પોરિયમ ડ્રાઇવિંગ સિનેમા થલતેજ ખાતે બેઠક
18 મે 2025 (રવિવાર)
- 10:40 : સાયન્સ સીટી હેલીપેડ જવા રવાના
- 10 45 થી 12:15 : ગુજરાત સ્ટેટ સહકારી સંઘ કાર્યક્રમ
- 12:45 થી 1:40 : મંગુબા વાડી પાર્ટી પ્લોટ મહેસાણા કાર્યક્રમ
- 1:50 થી 2:15 : ફાલ્કન ફૂડ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ સાદરા મહેસાણા (આ કાર્યક્રમ પતાવીને હેલિકોપ્ટર મારફતે ઘરે રવાના)
- 5:30 થી 5:40 : પલ્લવ બ્રિજ લોકાર્પણ
- 5:50 થી 7:05 : AMC આયોજિત જાહેર સભા પલ્લવ ક્રોસ રોડ અંકુર રોડ નારણપુરા
- 7:20 થી 8:00 : જૈન નગર સોસાયટી મણિનગર હનુમાન મંદિરની બાજુમાં રામબાગ ખાતે મીટીંગ