રાજકોટ ખાતેની ગેમઝોન ખાતે બનેલ આગજન્ય ઘટનામા ત્રીસ જેટલાના મોત થવા પામતાં નડિયાદ ફાયરવિભાગ હરકતમાં આવી નડિયાદ શહેરમાં આવેલ તમામ મોલ, મલ્ટીપ્લેક્સમાં પહોંચી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં કોલેજ રોડ પર ધમધમતા ૪ જેટલા મલ્ટિપ્લેક્સોમાં ગેમ ઝોનમાં અને મોટા મોલમાં ખાસ સીઓ સાથે અધિકારીઓ દોડી આવી તપાસ ધરી હતી. ઓચીતી તપાસમાં તમામ પાસે ફાયર સેફ્ટી તેમજ એનઓસી લીધેલા હોવાનું બહાર આવ્યું છે.
વધુમાં, રાજ્યમાં જે-તે શહેરના સ્થાનિક પ્રશાસન દ્વારા ફાયર સહિતના મુદ્દાઓ અંગે તકેદારી રાખવાની હોય છે. જે અંતર્ગત સમાયાંતરે શહેરના મલ્ટીપ્લેક્ષ, કોમ્પલેક્ષો સહિતના એકમોમાં તપાસ કરવી પણ જરૂરી હોય છે. પરંતુ દુર્ઘટનાઓની રાહ જોતા પ્રશાસન આ પ્રકારની તકેદારી રાખતા નથી.