અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીએ યોજાયેલો કોલ્ડપ્લે કોન્સર્ટ સુપર હીટ રહ્યો હતો. આ કોન્સર્ટથી અનેક લોકોને રોજગારી મળી હતી. તેમજ અમદાવાદના અર્થતંત્રને પણ મોટો ફાયદો થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોલ્ડપ્લે કોન્સર્ટનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ઉત્કર્ષ ઓડિશા – મેક ઇન ઓડિશા કોન્કલેવ 2025માં સંબોધન કરતા જણાવ્યું કે, “થોડી જ દિવસો પહેલા તમે મુંબઈ અને અમદાવાદમાં થયેલા કોલ્ડપ્લે કોન્સર્ટની શાનદાર તસવીર જોઈ હતી. આ લાઇવ કોન્સર્ટનો ભારતમાં કેટલો મોટો સ્કોપ છે તે એ વાતનો પ્રમાણ છે. આજે ભારતનો કન્સર્ટ ઈકોનોમી સેક્ટર પણ ખૂબ ઝડપથી વિકસિત થઇ રહ્યો છે. ભારત હવે કન્સર્ટનો ખૂબ મોટો કન્ઝ્યૂમર બની ગયો છે. તેમણે રાજ્ય સરકારો અને ખાનગી સેક્ટર પર ભાર મૂક્યો કે, આ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે તેઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરે.”
આ ઉલ્લેખ કરે છે કે ભારતીય સંગીત અને મનોરંજન ઉદ્યોગ માટે એક સકારાત્મક દ્રષ્ટિ છે અને ભારતને વૈશ્વિક સ્તરે મનોરંજન માટે વધુ આકર્ષક મંચ બનાવવાના અવસરો મૌઝૂદ છે.
#WATCH | Bhubaneswar | At Utkarsh Odisha – Make in Odisha Conclave 2025, PM Narendra Modi says, "You must have seen fabulous pictures of Coldplay concert organised in Mumbai and Ahmedabad. It shows that India has a massive scope for live concerts. Big artists from around the… pic.twitter.com/Gw9UMZ8EV2
— ANI (@ANI) January 28, 2025
25 અને 26 જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટના કારણે શહેરમાં ખાસ કરીને મેટ્રો, હોટલ્સ, અને ખાણી-પીણીના માર્કેટ્સમાં નોંધપાત્ર આર્થિક વૃદ્ધિ જોવા મળી હતી. મેટ્રોનું આયોજન ફળ્યું અને સામાન્ય દિવસોની સરખામણીએ આવકમાં બમણો વધારો થયો. આ બન્ને દિવસોમાં મેટ્રોએ 66 લાખ રૂપિયાની આવક પ્રાપ્ત કરી, જેમાં 25 જાન્યુઆરી 2025ના રોજ 406 ટ્રીપ્સમાં 2,13,735 મુસાફરો અને 26 જાન્યુઆરી 2025ના રોજ 427 ટ્રીપ્સમાં 1,91,529 મુસાફરો મેટ્રો સેવાનો લાભ લીધો.
આ ઉપરાંત, સ્ટેડિયમની આસપાસના મકાનોના ભાડા પણ ચારથી પાંચ ગણા વધી ગયા હતા, અને બહારના રાજ્યોથી આવ્યા લોકોએ મકાનો બુક કરાવ્યા. ખાણી-પીણીના વેપારીઓ માટે પણ આ કોન્સર્ટ એક સારો મૌકો સાબિત થયો, કારણ કે આ દરમિયાન વિક્રિતી પ્રચંડ વધી ગઈ હતી.
કોલ્ડપ્લે કોન્સર્ટને કારણે સમગ્ર શહેરમાં ટૂરિઝમ અને ઇકૉનૉમીમાં મજબૂત પ્રભાવ જોવા મળ્યો, જે સંગીત અને મનોરંજન ઉદ્યોગની વ્યાપકતા અને ભારતમાં તેની સંભાવનાઓનો પુરાવો છે.