પૂર્વ રક્ષા સચિવ અજયકુમારને મંગળવારે UPSC ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. કેન્દ્રીય કાર્મિક મંત્રાલયના એક આદેશમાં આ માહિતી આપવામાં આવી છે. UPSC ના અધ્યક્ષની પોસ્ટ 29 એપ્રિલે પ્રીતિ સુદનનો કાર્યકાળ પૂરો થયા બાદ ખાલી થઈ ગઈ હતી. આદેશ અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કુમારની નિયુક્તિને મંજૂરી આપી હતી.
Former Defence Secretary Ajay Kumar appointed as UPSC Chairman. pic.twitter.com/u2w0pFZFvA
— ANI (@ANI) May 14, 2025
કુમારના સર્વિસ રેકોર્ડ મુજબ, કેરળ કેડરના 1985 બેચના નિવૃત્ત ભારતીય વહીવટી સેવા અધિકારીએ 23 ઓગસ્ટ, 2019 થી 31 ઓક્ટોબર, 2022 સુધી સંરક્ષણ સચિવ તરીકે સેવા આપી હતી. UPSC ચેરમેનની નિમણૂક 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી કરવામાં આવે છે.
કોણ છે અજય કુમાર?
અજય કુમારે 1985 બેચના IAS અધિકારી છે. તે 23 ઓગસ્ટ 2019 થી 31 ઓક્ટોબર 2022 સુધી રક્ષા સચિવ રહ્યા. તેમણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બનાવવા, અગ્નિવીર યોજના, આત્મનિર્ભર ભારત જેવી ઘણી મહત્વપૂર્ણ યોજનાઓમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
તે ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયમાં પણ ઊંચી પોસ્ટ પર રહ્યા છે. ત્યાં તેમણે UPI, આધાર, myGov અને ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ જેમ કે ડિજિટલ ઈન્ડિયા પ્રોજેક્ટ્સને લાગુ કરવામાં મદદ કરી છે.
અજય કુમાર ભારતના સૌથી અનુભવી અધિકારીઓમાંના એક છે. સંરક્ષણ સચિવ તરીકે, તેમણે ઘણા મોટા ફેરફારો કર્યા. તેમાં CDS, અગ્નિવીર યોજના અને આત્મનિર્ભર ભારત અભિયાનનો સમાવેશ થાય છે. તેમણે ઓર્ડનન્સ ફેક્ટરીઓને કંપનીઓ બનાવવામાં પણ મદદ કરી.
અજય કુમારે ભાજપ, કોંગ્રેસ અને ડાબેરી ત્રણેય સરકારો સાથે કામ કર્યું છે. તેમણે કેન્દ્ર સરકાર અને કેરળ સરકાર બંનેમાં મહત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા. તેઓ KELTRON (કેરળ રાજ્ય ઇલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ) ના મુખ્ય સચિવ અને MD પણ હતા. તેમણે KELTRON ને પુનર્જીવિત કરવામાં મદદ કરી.
અજય કુમારે મિનેસોટા યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં PhD અને એપ્લાઇડ ઇકોનોમિક્સમાં MS કર્યું છે. તેમણે આ બંને ડિગ્રીઓ માત્ર ત્રણ વર્ષમાં મેળવી. તેઓ IIT કાનપુરમાંથી BTech ગ્રેજ્યુએટ છે અને ઇન્ડિયન નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયર્સના ફેલો પણ છે.