મોદી સરકાર 3.0માં અજીત ડોભાલ ત્રીજી વખત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) રહેશે. આ સાથે વડાપ્રધાનના પ્રમુખ સચિવ પી.કે. મિશ્રાનો કાર્યકાળ પણ લંબાવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટની નિમણૂક સમિતિએ આ બંને પદો પર સેવાના વિસ્તરણને મંજૂરી આપી છે. હવે અજીત ડોભાલ આગામી 5 વર્ષ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના પદ પર રહેશે. તેમને કેબિનેટ રેન્કના અધિકારીનો દરજ્જો મળ્યો છે. નવી સરકારની રચના બાદ અજીત ડોભાલ વડાપ્રધાન મોદી સાથે તેમના પહેલા અસાઇનમેન્ટ પર ઇટાલી જઇ રહ્યા છે. અહીં તેઓ G-7 સમિટમાં ભાગ લેશે.
Appointments Committee of the Cabinet approves the appointment of Dr. P.K. Mishra, lAS (Retired) as Principal Secretary to Prime Minister with effect from 10.06.2024. His appointment will be co-terminus with the term of the Prime Minister or until further orders whichever is… pic.twitter.com/9TfLd5aHZH
— ANI (@ANI) June 13, 2024
વર્ષ 2014માં અજીત ડોભાલ NSA બન્યા હતા
અધિકારીઓ સાથે હાઈલેવલની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતમાં આગને કારણે 42 ભારતીયોના મોતની પણ સમીક્ષા કરી હતી. આ બેઠકમાં અજીત ડોભાલ પણ હાજર હતા. નોંધનીય છે કે, અજીત ડોભાલ વર્ષ 2014થી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે જોડાયેલા હતા. અરબ દેશો સાથે ભારતના સારા સંબંધો માટે અજીત ડોભાલને પણ જવાબદાર માનવામાં આવે છે. મોદી સરકાર દરમિયાન ભારતે પાકિસ્તાન પર કડક નીતિ અપનાવી છે. ઉરી હુમલા બાદ ભારતે હુમલો કર્યો હતો. આ સિવાય પુલવામા હુમલા બાદ પણ ભારતે આક્રમક કાર્યવાહી કરી હતી.
એનએસએ પીએમના સૌથી ભરોસાપાત્ર અધિકારી હોય છે
પીએમના સૌથી ભરોસાપાત્ર અધિકારી એનએસએ છે. વ્યૂહાત્મક બાબતોની સાથે તેઓ આંતરિક સુરક્ષાના મામલામાં પણ વડાપ્રધાનને મદદ કરે છે. તે સલાહ આપે છે કે ક્યારે અને કયો નિર્ણય લેવો યોગ્ય છે. ઉલ્લેખનીય છે કે, અજીત ડોભાલ 1968માં કેરળ કેડરમાંથી IPSમાં બન્યા હતા. તે મિઝોરમ, પંજાબ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં સક્રિયપણે રહી ચૂક્યા છે.