અમરનાથ યાત્રા દર વર્ષે ઉનાળામાં થાય છે અને તેનો ઇતિહાસ ઘણો જૂનો છે. માન્યતા અનુસાર, ભગવાન શિવે દેવી પાર્વતીને અમર કથા સંભળાવી હતી, એ જ અમરનાથ ગુફામાં આ યાત્રા થાય છે. આ યાત્રા ધાર્મિક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સરકાર દર વર્ષે આ યાત્રા માટે રજીસ્ટ્રેશન ખોલે છે, જેમાં ઘણા ભક્તો ભાગ લે છે. એવામાં સરકારે 14 એપ્રિલથી વર્ષ 2025 ની અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ કરી દીધું છે.
અમરનાથ યાત્રા માટે આ રીતે થશે અરજીઅમરનાથ યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રજીસ્ટ્રેશન 14 એપ્રિલ 2025 થી શરૂ થઈ ગયા છે. અમરનાથ યાત્રામાં ભાગ લેવા માટે, તમારે તેની સત્તાવાર વેબસાઇટ www.jksasb.nic.in પર જવું પડશે. આ પછી રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકશો. આ માટે, તમારે પાસપોર્ટ સાઇઝના ફોટો સાથેનું આઈડી પ્રૂફ, જેમ કે આધાર, વોટર ID અથવા પાસપોર્ટ વગેરેની જરૂર પડશે. આ ઉપરાંત, શ્રાઇન બોર્ડ દ્વારા માન્ય ડૉક્ટર પાસેથી મેડિકલ સર્ટિફિકેટ બનાવવું જરૂરી છે. આ ઉપરાંત, રજીસ્ટ્રેશન ફી તરીકે 150 રૂપિયા પણ જમા કરાવવા પડશે. જોકે, રજીસ્ટ્રેશન ફીમાં ફેરફાર થઈ શકે છે. એકવાર તમે ફોર્મ ભરી લેશો, પછી તમને ટ્રાવેલ પરમિટની સોફ્ટ કોપી મળશે જે તમારે પ્રિન્ટ કરીને યાત્રા દરમિયાન તમારી સાથે રાખી જરૂરી છે.જો તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માંગતા નથી, તો સરકાર તમને ઓફલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા પણ પૂરી પાડે છે. આ માટે બેંકમાંથી યાત્રાનું ફોર્મ મેળવવું પડશે. જે પંજાબ નેશનલ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક, યસ બેંક અને એસબીઆઈ બેંકની બ્રાંચમાંથી સરળતાથી મેળવી શકાય છે. ત્યાં તમે તમારું મેડિકલ સર્ટિફિકેટ બતાવીને ફોર્મ ભરી શકો છો અને ટ્રાવેલ પરમિટ મેળવી શકો છો. મેડિકલ સર્ટિફિકેટ મેળવવા માટે, તમને SASB વેબસાઇટ પર અધિકૃત ડોકટરો અને હોસ્પિટલોનું લિસ્ટ મળી જશે. જણાવી દઈએ કે કોઈપણ પ્રાઇવેટ ડૉક્ટરનું સર્ટિફિકેટ માન્ય રહેશે નહીં.
આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 9 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ વખતે, ભક્તોને પૂરા 39 દિવસ સુધી બાબા બર્ફાનીના દર્શન કરવાનો મોકો મળશે. જો તમે પણ આ યાત્રા કરવા જવાનું વિચારી રહ્યા છો, તો રજીસ્ટ્રેશન આજથી શરૂ થઈ ગયું છે. આ માટે રજીસ્ટ્રેશન ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કરાવી શકાય છે. દેશભરમાં 533 બેંક શાખાઓ પર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. આ માટે આધાર કાર્ડ અને મેડિકલ સર્ટિફિકેટની જરૂર પડે છે. આ વખતે, સરકાર યાત્રાળુઓને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા જઈ રહી છે, જેથી યાત્રા આરામદાયક બની શકે. સુરક્ષાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.
અમરનાથ યાત્રા માટે આ રીતે થશે અરજી
અમરનાથ યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રજીસ્ટ્રેશન 14 એપ્રિલ 2025 થી શરૂ થઈ ગયા છે. અમરનાથ યાત્રામાં ભાગ લેવા માટે, તમારે તેની સત્તાવાર વેબસાઇટ www.jksasb.nic.in પર જવું પડશે. આ પછી રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકશો. આ માટે, તમારે પાસપોર્ટ સાઇઝના ફોટો સાથેનું આઈડી પ્રૂફ, જેમ કે આધાર, વોટર ID અથવા પાસપોર્ટ વગેરેની જરૂર પડશે. આ ઉપરાંત, શ્રાઇન બોર્ડ દ્વારા માન્ય ડૉક્ટર પાસેથી મેડિકલ સર્ટિફિકેટ બનાવવું જરૂરી છે. આ ઉપરાંત, રજીસ્ટ્રેશન ફી તરીકે 150 રૂપિયા પણ જમા કરાવવા પડશે. જોકે, રજીસ્ટ્રેશન ફીમાં ફેરફાર થઈ શકે છે. એકવાર તમે ફોર્મ ભરી લેશો, પછી તમને ટ્રાવેલ પરમિટની સોફ્ટ કોપી મળશે જે તમારે પ્રિન્ટ કરીને યાત્રા દરમિયાન તમારી સાથે રાખી જરૂરી છે.
જો તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માંગતા નથી, તો સરકાર તમને ઓફલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા પણ પૂરી પાડે છે. આ માટે બેંકમાંથી યાત્રાનું ફોર્મ મેળવવું પડશે. જે પંજાબ નેશનલ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક, યસ બેંક અને એસબીઆઈ બેંકની બ્રાંચમાંથી સરળતાથી મેળવી શકાય છે. ત્યાં તમે તમારું મેડિકલ સર્ટિફિકેટ બતાવીને ફોર્મ ભરી શકો છો અને ટ્રાવેલ પરમિટ મેળવી શકો છો. મેડિકલ સર્ટિફિકેટ મેળવવા માટે, તમને SASB વેબસાઇટ પર અધિકૃત ડોકટરો અને હોસ્પિટલોનું લિસ્ટ મળી જશે. જણાવી દઈએ કે કોઈપણ પ્રાઇવેટ ડૉક્ટરનું સર્ટિફિકેટ માન્ય રહેશે નહીં.