માંડવી હોસ્પિટલમાં દાખલ ગર્ભવતી મહિલાઓ અને વૃધ્ધો ની મુલાકાત લઇ તેઓના ખબર-અંતર પુછી, હોસ્પિટલમાં જન્મ લીધેલ બાળકના માતાની મુલાકાત લીધી.
ગૃહમંત્રી અમિતભાઇ શાહ બિપરજોઇ વાવાઝોડાથી ખેડૂતોને થયેલ નુકશાનની સમીક્ષા માટે ખેડૂતોની મુલાકાત લીધી અને જખઉ જવા રવાના થયા અને અંદાજિત 5:00 વાગ્યે કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કરશે.
આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં વાવાઝોડાની અસરના પગલે ભારત સરકારના સંબંધિત અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તમામ પ્રકારની મદદ પૂરી પાડવા સૂચવ્યું હતું. કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
આ ઉપરાંત અમિત શાહ આજે અમદાવાદ પણ આવી શકે છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. બિપરજોય વાવાઝોડા દરમિયાન કેન્દ્ર સરકારએ રાજ્યમાં બચાવ અને રાહત ઉપાયોની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રીઓની એક ટીમ પણ રાજ્યમાં મોકલવામાં આવી હતી.