પહલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી લીધો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે ભારતીય સેનાની પ્રશંસા કરી હતી.
Addressing the Border Security Force Investiture Ceremony and the Rustamji Memorial Lecture. https://t.co/4JmekFlqPH
— Amit Shah (@AmitShah) May 23, 2025
ગૃહ પ્રધાને ઓપરેશન સિંદૂરને ઉલ્લેખ કરીને કહ્યું, આપણે પાકિસ્તાનને પદાર્થપાઠ ભણાવ્યો છે. બીએસએફ અને સેનાએ દુનિયા સામે ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે કહ્યું કે, બીએસએફે આતંકવાદ વિરોધી અભિયાનોમાં હિસ્સો લીધો છે અને તેને પૂરું પણ કર્યું છે. નકસલવાદ, આતંકવાદ કે પછી ઉત્તર-પૂર્વમાં શાંતિ સ્થાપવાની હોય બીએસએફ સારી રીતે જવાબદારી નીભાવી છે. બીએસએફ અને સેનાએ તાજેતરમાં જ દુનિયા સમક્ષ એક ઉદાહરણ રજૂ કર્યું છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને કહ્યું, ઓપરેશન સિંદૂર પીએમ મોદીની દ્રઢ ઈચ્છાશક્તિ, સેનાની મારક ક્ષમતાના કારણે સારી રીતે પાર પડ્યું હતું. પાકિસ્તાન વર્ષોથી આપણા નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતું હતું પરંતુ તેમને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો હતો.