શ્રી શારદા કેળવણી મંડળ સંચાલિત શ્રી શારદા મંદિર હાઈસ્કુલમાં અમદાવાદની પ્રખ્યાત સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલના ઉપક્રમે વિશ્વ સ્કોલિયોસીસ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળા પરિવારના સમગ્ર વિદ્યાર્થી તથા સ્ટાફના લોકોએ લાભ લીધો હતો. અને માનવ જીવનને ખૂબ જ ઉપયોગી એવી આ કરોડરજ્જુને લગતા વિવિધ રોગ તથા કરોડરજ્જુના અસામાન્ય વળાંક એટલે કે ખૂંધ અને તેની સારવાર અંગે તેમજ તેનાથી બચવા માટેનું માર્ગદર્શન મેળવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્પાઇન હોસ્પિટલના ડિરેક્ટર અને ચીફ ઓફ સ્તવ્ય સ્પાઇન ફિઝિયોથેરાપી અને રીહેબીલીટેશન સેન્ટરના ડો આકૃતિ દવે (ડો.ભરત દવેના પુત્રવધુ), ડો. મિરાંંત દવે (સ્પાઇન સર્જન) જેઓના વિચારથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું હોસ્પિટલમાં મેનેજર તરીકે વર્ષોથી સેવા આપતા ડો. પરિમલ યાજ્ઞિક,ડો. હેલી શાહ ડો. ગાયત્રી પટેલ, ડો. રિદ્ધિ પટેલ તેમજ સ્પાઈન એસોસિયેટ અને ફિઝિયોથેરાપીસ્ટ તરીકે હોસ્પિટલમાં સેવા આપતા ડો. શ્રેયા હીરપરાએ ડો. આકૃતિ દવે સાથે હાજર રહી શાળાના વિદ્યાર્થીઓને સ્કોલીયોસીસ (કરોડ સ્તંભના ખૂંધ વિશેની જાણકારી) સ્પાઈનનો અસામાન્ય વળાંક, જે વિશ્વભરમાં લાખો લોકોને અસર કરે છે. તેના ભાગરૂપે વિશ્વ સ્કોલીયોસીસ દિવસ પર શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને સ્કોલિયોસીસના વિવિધ પ્રકારો સ્નાયુ સાથેની નબળાઈ, તેના માટેના ચિન્હો તથા તેના લક્ષણો શું હોઈ શકે, તેની તપાસ માટે કયા કયા ઉપાયો કરી શકાય.આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ તેના નિદાન માટેના ઉપાયો કરીને સારી સારવાર કરવા માટે મણકાના ડોક્ટરની સલાહ લેવાથી સારા પરિણામો મેળવી શકાય છે.તે વિશેનું પૂરેપૂરું માર્ગદર્શન વિદ્યાર્થીઓને ઉપરોક્ત ટીમ દ્વારા આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના આયોજન બદલ શાળા પરિવારે આયોજક સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલની ટીમનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના સુપરવાઇઝર એલ. જી. વણકરે કર્યું હતું.