તાપી જીલ્લાના વાલોડ તાલુકાના મુખ્ય મથકે આજે ઈ સેવા કેન્દ્રનું ઉદઘાટન તાપી જીલ્લાના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એન.બી. પીઠવા સાહેબે રીબીન કાપીને કરીયુ હતુ. આ પ્રસંગે વાલોડ સિવીલ કોર્ટના જજ આર. એસ. સીગલ સાહેબ, વાલોડ વકીલ મંડળના પ્રમુખ નયન.એન.પટેલ, ઉપપ્રમુખ વિનયભાઈ ચૌધરી, મંત્રી ભરતભાઈ પટેલ, સિનીયર એડવોટ અર્ચનાબેન શાહ, યોગેશભાઈ પંચાલ, હર્ષેન્દુભાઈ દેસાઈ વાલોડ કોટૅના તમામ વકીલ મીત્રો કોર્ટ સ્ટાફ સહીતના સ્થાનીક લોકો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ડીસ્ટ્રીકટ એન્ડ શેસન્સ જડજ એન.બી. પીઠવા સાહેબે જણાવ્યું હતું કે નામદાર સુપ્રિમકોર્ટના ઈ કોર્ટના પ્રોજેકટ હેઠળ તાપી જીલ્લામાં નામદાર ગુજરાત હાઈકોર્ટના સુચના મુજબ દરેક તાલુકાની ડીસ્ટ્રીકટ કોર્ટમાં ઈ સેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ છે, અને અવનાર દીવસોમા તાપી જિલ્લામાં બધી કોર્ટોમાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ઈ-સેવા એટલા માટે છે કે હવે આખી ઈ કોર્ટ પ્રોજેકટ નીચે બધુ જ ડીજીટલાઈજેશન થવાની છે. ડીજીટલાઈજેશન ઓનલાઈન એપ્લીકેશન કરવાની હોય છે, અથવા તો પક્ષકારોના કેસના સ્ટેટસ, એના જજમેન્ટની નકલ, સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટ માટે લીગલ એડવાઇસ માટે ઓનલાઈન એપ્લીકેશન કરવા તથા સામાન્ય પક્ષકારોને અને ઘણાં એડવોકેટ પાસે કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ નથી અને જયારે ઈ કોર્ટ પ્રોજેકટ નીચે પેપરલેસ કોર્ટ થવાની છે. ત્યારે આવી સેવાઓ કોર્ટ તરફથી જ આપવામાં આવે, એટલા માટે ઈ સેવા કેન્દ્ર આજ રોજ ચાલુ કરવામાં આવેલ છે. આ ઈ સેવા કેન્દ્રમાં સ્ટાફ કાર્યરત છે. જેઓ કોઈપણ પક્ષકાર આવે તો તેના કેસના સ્ટેટસ, તેને ખરી નકલ તથા ઓનલાઈન કેસ દાખલ કરવાનુ હોય તો સ્કેનીંગ કરીને ઓનલાઈન દાખલ કરી શકશે, ઓનલાઈન કોઈપણ માહીતી નામદાર હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટ કેસ સંબંધિત જોઈતી હોય તો અહીંથી જ મેળવી શકાશે એટલે માટે લોકોને દરેકે તાલુકામાં સુવિધાપુર્ણ રહેશે. ઈ પ્રોજેકટની કાર્યવાહી સરળ બની રહેશે એવું જણાવ્યું હતું.