Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

મહેમદાવાદમાં નેત્ર નિદાન અને નિશૂલ્ક ચશ્મા વિતરણનો કેમ્પ યોજાયો

મહેમદાવાદમાં નેત્ર નિદાન અને નિશૂલ્ક ચશ્મા વિતરણનો કેમ્પ યોજાયો

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત શાખા અને જિલ્લા શાખા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મહેમદાવાદ તાલુકા બ્રાન્ચ ધ્વારા નેત્ર નિદાન તેમજ મફત ચશ્મા વિતરણનો કેમ્પ મહાકાળી મંદિર ખાતે,ભોઇવાળા, મહેમદાવાદમા યોજાયો હતો.જેમા ૩૫૦ થી વધુ વ્યકિતઓ આંખોની તપાસ કરીને ૨૦૦ જરૂરિયાતમંદ વ્યક્તિઓને મફત ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા મહેમદાવાદ શાખાના પ્રમુખ વિપુલ કે. ઠક્કર,સેક્રેટરી મનીષ પારેખ, ઉપપ્રમુખ કલ્પેશભાઈ શાહ, નિમેષભાઈ જોષી, મીતેશભાઈ ગોસ્વામી,સુશીલભાઈ કહાર,અર્જુનભાઈ કહાર,રાકેશભાઈ શાહ, મહેશભાઈ મહેતા,નિલેશભાઈ સોની,અરવિંદભાઈ ભોઈ તેમજ બ્રાન્ચના સભ્યોનો સહકાર મળ્યો હતો.

 

 

 

રિપોર્ટર -મહેશ મહેતા(મહેમદાવાદ)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.