ભાજપમાં એક એક કાર્યકર્તાની ભૂમિકા સાથે સંગઠનની ચાલતી લોકતાંત્રિક પ્રક્રિયા અંતર્ગત ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સંગઠન કાર્યશાળા યોજાઈ ગઈ.
ભારતીય જનતા પક્ષ દ્વારા તબક્કાવાર સંગઠન પ્રક્રિયા ચાલી રહી છે. આ સંદર્ભે ભાવનગરમાં સંગઠન કાર્યશાળામાં પ્રદેશ ભાજપ મુખ્ય ચૂંટણી અધિકારી અને ધારાસભ્ય રહેલાં ઉદયભાઈ કાનગડે માર્ગદર્શન આપ્યું. તેઓએ નવા જમાના અને નવી પ્રણાલીઓ સાથેની આધુનિક પ્રક્રિયાઓની હિમાયત કરી સભ્ય નોંધણી સાથે વિગતોનાં સંગ્રહ બાબત વાત કરી. ભાવનગર જિલ્લા ભાજપની સભ્ય નોંધણી અગ્રેસર રહ્યાં અંગે સૌને અભિનંદન પાઠવ્યાં. તેઓ દ્વારા સંગઠન હોદ્દાઓ માટે પક્ષની માર્ગદર્શિકા અંગે વિગતો આપી.
ભાજપમાં એક એક કાર્યકર્તાની ભૂમિકા સાથે સંગઠનની ચાલતી લોકતાંત્રિક પ્રક્રિયા અંતર્ગત આ કાર્યશાળામાં ભાજપ ચૂંટણી અધિકારી કમલેશભાઈ મિરાણીએ પક્ષની માર્ગદર્શિકા સાથે એક એક કાર્યકર્તાની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ મંત્રી રઘુભાઈ આહિર, ભાજપ પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલાની મુખ્ય ઉપસ્થિતિ સાથે પ્રારંભે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી મકવાણાએ સ્વાગત ઉદ્બોધન કરતાં સૌ કાર્યકર્તાઓની કામગીરી બિરદાવી.
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા સંગઠન કાર્યશાળા યોજાઈ ગઈ, જેમાં ચૂંટણી સહયોગી અધિકારી ચંદ્રેશભાઈ હેરમાએ પ્રાસંગિક વાત સાથે કાર્યકર્તાઓની હાજરી પ્રક્રિયા સંભાળી હતી.
કાર્યશાળા સંચાલનમાં મહામંત્રી ચેતનસિંહ સરવૈયા રહ્યાં હતાં અને સાથે સાથે કેટલીક વિગતો પણ આપી હતી. આભાર વિધિ મહામંત્રી રાજેશભાઈ ફાળકીએ કરી હતી.
ભાજપ જિલ્લા ચૂંટણીની જવાબદારીમાં રહેલ ગિરિરાજસિંહ ગોહિલ તથા પ્રદીપભાઈ રાઠોડનાં સંકલન સાથે સંગઠન કાર્યશાળામાં હોદ્દેદારો અને પદાધિકારીઓ ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ભિખાભાઈ બારૈયા તથા ગૌતમભાઈ ચૌહાણ તેમજ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં અપેક્ષિત હોદ્દેદારો જોડાયાં હતાં. તેમ જિલ્લા ભાજપ પ્રવક્તા કિશોર ભટ્ટ તથા પ્રચાર સહ સંયોજક મૂકેશ પંડિત દ્વારા જણાવાયું છે.